તકીયા પર બેસવા વિષે શરઈ માર્ગદર્શન

Ml Fayyaz Patel
0
   લોકોમાં પ્રચલિત છે કે તકિયા પર બેસવાથી માથામાં દુખાવો થાય છે. તે માટે બેસવું સહીહ નથી.
શુદ્ધિકરણ :-
   શરઈ દ્રષ્ટિએ તકિયા પર બેસવાની કોઈ મનાઈ નથી. બલ્કે તેનાથી ઊલટું રસુલુલ્લાહ ﷺ થી તકિયા પર બેસવું સાબિત છે. [અબૂ દાઉદ : ૪૪૪૯]
   એવી જ રીતે વિવિધ હદીષોથી હઝરાતે સહાબા રદિયલ્લાહુ અન્હૂમ નો તકિયા પર બેસવાનો અમલ પણ ખબર પડે છે. [શૉઅ્બુ'લ્ ઈમાન : ૫૮૫૪ / કન્ઝુ'લ ઉમ્માલ : ૩૬૯૫૫]
   પરંતુ કેટલીક વસ્તુઓ સભ્યતા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે. આપણા સમાજમાં સામાન્ય રીતે માથાની નીચે જે તકિયો મુકવામાં આવે છે, તેના પર બેસવાને સભ્યતાની વિરુદ્ધ માનવામાં આવે છે.
   તે માટે જ્યાં તકિયા પર બેસવાને સભ્યતાની વિરુદ્ધ સમજવામાં આવે છે ત્યાં ન બેસવું જોઈએ. પરંતુ એવું સમજવું સહીહ નથી કે તેના લીધે માથામાં દુખાવો થાય છે.
[મુફ્તી ખાલીદ સૈફુલ્લાહ રહમાની સાહબ દા.બ.]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)