બાલીગ છોકરીની શાદી ન કરાવવા વિષે એક અંધશ્રદ્ધા

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે છોકરી બાલીગ થઈ જાય અને તેના માતા પિતા તેની શાદી ન કરાવે તો તે છોકરી ને જેટલા માસિક આવે તે દરેક માસિક પર તેના માતા પિતાને એક નબી કત્લ કરવાનો ગુન્હો મળે છે. (અમુક લોકોમાં દરેક ગુસલ પર નબી કત્લ કરવાનો ગુન્હો મળવાનું પ્રચલિત છે)
શુદ્ધિકરણ :-
   આ વાત તો બેબુનિયાદ છે. અલબત્ત હદીષમાં જે વાત આવે છે તે આ પ્રમાણે છે કે :
قَالَ ﷺ : من وُلِدَ لَهُ وَلَدٌ فَلْيُحْسِنِ اسْمَهُ وَأَدَبَهُ فَإِذَا بَلَغَ فَلْيُزَوِّجْهُ فَإِنْ بَلَغَ وَلَمْ يُزَوِّجْهُ فَأَصَابَ إِثْمًا فَإِنَّمَا إثمه على أَبِيه۔ (مشکاۃ المصابیح : ۳۱۳۸)
તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિના ઘરે છોકરું પેદા થાય તો તેણે જોઈએ કે તેનું સારું નામ રાખે, તેને અદબની વાતો શીખવે, જ્યારે તે બાલીગ થઈ જાય તો તેની શાદી કરાવી આપે, જો તેની શાદી કરવામાં ન આવે અને તે કોઈ ગુનાહમાં શામેલ થઈ જાય તો તેનો ગુન્હો તેના પિતા પર પણ લાગુ પડશે.
ફાયદો :- ઉપરોક્ત હદીષથી ખબર પડી કે ગુન્હો ત્યારે લાગશે જ્યારે શાદીની ઉમર થવા છતાંય શાદી ન કરાવે અને તે ગુનાહમાં શામેલ પણ થઈ જાય. અને નબીના કત્લનો તો કોઈ ઉલ્લેખ જ નથી.
તે માટે લોકોમાં પ્રચલિત વાતનો અકીદો રાખવો દુરુસ્ત નથી.
[ફતાવા કાસિમિય્યહ્ : ૪ / ૨૭૫]
--------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)