શું ધાર્મિક વાતો માત્ર કાલ્પનિક હોય છે..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   નાસ્તિક લોકો તરફથી આ વાત વારંવાર સાંભળવા મળે છે કે ધાર્મિક જેટલી પણ વાતો છે તે બધી કાલ્પનિક હોય છે, તે વાતોની કોઈ વાસ્તવિક્તા નથી, તો આનો જવાબ શું આપવામાં આવે..?
જવાબ :
   સૌથી પહેલા આ વાત જાણી લેવી જોઈએ કે કોઈ પણ વાતને સાચી માનવા માટે દુનિયામાં ત્રણ પ્રકારના પુરાવા માન્ય ગણવામાં આવે છે, જે નિમ્ન લિખિત છે.
➊ તર્કશાસ્ત્ર :- એટલે કે logical inference જે અક્કલ ને સંબંધિત હોય છે.
➋ ભૌતિકશાસ્ત્ર :- એટલે કે Physics જે આંખ, કાન, નાક, જબાન તેમજ હાથ પગ દ્વારા હાસિલ થનાર જ્ઞાન ને સંબંધિત હોય છે.
➌ અધિકૃત ખબર :- એટલે કે તે ભરોસાપાત્ર વાત જે અનેક પ્રમાણોથી ચકાસીને સિદ્ધ કરવામાં આવેલી હોય.
   હવે અસલ જવાબ તરફ આવીએ કે બીજા ધર્મો વિષે તો નથી કહી શકતા, અલબત્ત ઈસ્લામ માં જેટલી પણ વાતો બતાવવામાં આવી છે તે બધી વાતો ઉપરોક્ત વર્ણવેલ ત્રણ પુરાવા પૈકી કોઈ એક પુરાવા થી જરૂર સાબિત હોય છે, બલ્કે વધારે પડતી વાતો ત્રણેય પુરાવાથી સાબિત છે.
   તે માટે પુરાવા થી સાબિત થતી વાતોને કાલ્પનિક કહેવી વાસ્તવમાં પોતાની જ વિચારધારા અને નિયમો (નાસ્તિક્તા) ના વિરુદ્ધ જઈ દલીલ વગરનો દાવો કરવા સમાન છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)