કિબ્લા તરફ થૂંકવા વિષે

Ml Fayyaz Patel
0
   લોકોમાં કિબ્લા તરફ થૂંકવા વિષે પણ મુંઝવણ જોવા મળે છે કે જાઈઝ છે કે નથી..? તો આ વિષે નિમ્ન વિગત લખવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
   કિબ્લા તરફ થૂંકવા વિષે હદીષમાં મનાઈ કરવામાં આવી છે. જે આ પ્રમાણે છે. રસૂલુલ્લાહ ﷺ ફરમાવે છે કે જે વ્યક્તિ કિબ્લા તરફ થૂંકશે, તે વ્યક્તિ કયામતના દિવસે એવી રીતે આવશે કે તેની પેશાની પર થૂંક હશે. [અબૂ દાઉદ : ૩૮૨૪]
   એક બીજી હદીષમાં છે કે કિબ્લા તરફ થૂંકનાર વ્યક્તિને કયામતના દિવસે એ રીતે ઉઠાવવામાં આવશે કે તે થૂંક તેના ચહેરા પર હશે. [ઈબ્ને ખુઝય્મા : ૧૩૧૩]
   ઉપરોક્ત હદીષો તથા અન્ય હદીષો જોતાં ઉલમાએ લખ્યું છે કે કિબ્લા તરફ થૂંકવું મકરૂહે તહરીમી [હરામના નજીક કૃત્ય છે]
وفي عمدة القاري : وقيل : النهي فيه للتنزيه، والأصح أنه للتحريم. [٤ / ١٥٠]
   હાં ! કોઈ વ્યક્તિ કિબ્લા તરફનો હોય અને માથું નીચે કરીને નીચે ની તરફ થૂંકે છે, ન કે સામેની તરફ તો આ જાઈઝ છે. [અહ્સનુલ ફતાવા : ૨ / ૧૮]
   તે માટે કિબ્લા તરફ થૂંકવાથી બચવું જોઈએ. કેમ કે આ પણ આદરને પાત્ર કિબ્લાનું અપમાન છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)