ખરાબ સ્ત્રી માટે ખરાબ પુરુષ હોવા વિષે એક આયત પ્રત્યે ગલતફહમી

Ml Fayyaz Patel
0
   કુર્આનમાં એક આયત છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે “ ખરાબ સ્ત્રીઓ ખરાબ પુરુષો માટે, અને ખરાબ પુરુષો ખરાબ સ્ત્રીઓ માટે. તેમજ સારી સ્ત્રીઓ સારાં પુરુષો માટે અને સારાં પુરુષો સારી સ્ત્રીઓ માટે ” આનાથી અમુક લોકો એવું સમજી બેઠા છે કે જે સ્ત્રી ખરાબ (દુષ્ટ) હોય છે, તેને ખરાબ પતિ મળે છે. એવી જ રીતે જે સ્ત્રી સારી હોય છે તેને સારો પતિ જ મળે છે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વર્ણવેલ આયત સૂરહ નૂર ની ૨૬ નંબરની આયત છે જે ૧૮ માં સિપારામાં છે. આયતમાં અલ્લાહ તઆલા એ માનવીઓ નો સ્વભાવ (મિજાજ) બતાવ્યો છે કે જેનો સ્વભાવ ખરાબ અને દુષ્ટ હોય છે તેઓ અન્ય ખરાબ અને દુષ્ટ લોકો તરફ વધારે આકર્ષાય છે.
   આ હિસાબે આયતનો સહીહ અને દુરુસ્ત અનુવાદ આ થાય છે કે “ ખરાબ સ્ત્રીઓ ખરાબ પુરુષોના લાયક હોય છે, અને ખરાબ પુરુષો ખરાબ સ્ત્રીઓના લાયક હોય છે. તેમજ સારી સ્ત્રીઓ સારાં પુરુષોના લાયક હોય છે, અને સારાં પુરુષો સારી સ્ત્રીઓના લાયક હોય છે.” અને આનો આ મતલબ બિલકુલ નથી નિકળતો કે જે સ્ત્રી અથવા પુરુષ ખરાબ અને દુષ્ટ હશે તેમને પતિ અથવા પત્ની પણ દુષ્ટ અને ખરાબ મળશે.
   તે માટે ઉપરોક્ત વર્ણવેલ આયતનો મતલબ આ સમજવો કે જે દુષ્ટ અને ખરાબ હશે તેને તેવું જ મળશે સહીહ નથી, બલ્કે હકીકતના પણ બિલકુલ વિરુદ્ધ છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)