શું સ્ત્રીઓ ને જન્નતમાં ઈનામ તરીકે મળનારી ખૂબસૂરતી અને સરદારી તેઓ માટે કાફી છે..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   ઈસ્લામી તાલીમના હિસાબે પુરુષો ને હુરો મળશે અને તેની તુલનામાં સ્ત્રીઓ ને ફકત ખૂબસૂરતી અને સરદારી જ મળશે..?
જવાબ :
   અલ્લાહ તઆલા એ સ્ત્રીઓ ની બનાવટમાં ફિતરત ના તોર પર બે વસ્તુઓ ખાસ કરીને રાખી છે. ➊ સરખામણી માં સહનશક્તિ નો અભાવ, ➋ ખૂબસૂરતી નો લોભ, આ બન્નેની ટૂંકી સમજૂતી નીચે મુજબ છે.
➊ સરખામણી માં સહનશક્તિ નો અભાવ :- એટલે કે કોઈ પણ સ્ત્રીની જ્યારે કોઈ બીજી સ્ત્રી સાથે સરખામણી કરવામાં આવે ભલેને તે બીજી સ્ત્રી તેનાથી શ્રેષ્ઠ હોય છતાંય તે તેને સહન નહીં કરે, બલ્કે તે હમેશા પોતાને જ શ્રેષ્ઠ અને ઉત્તમ સમજે છે, આ તેઓની ફિતરત માં થી છે.
➋ ખૂબસૂરતી નો લોભ :- એટલે કે હમેશા સ્ત્રીને પોતાની ખૂબસૂરતી પર ગર્વ રહે છે, તેમજ વધુ ખૂબસૂરત બનવાનો લોભ રહે છે, ભલે તે પહેલેથી જ ખૂબસૂરત હોય, આજે દુનિયાભરમાં બ્યુટી પાર્લર ની પુષ્કળતા આ વાતનું સમર્થન કરે છે.
   તો અલ્લાહ તઆલા એ પણ સ્ત્રીઓ ની ફિતરત ના અનુરૂપ ઈનામ તરીકે ખાસ બે વસ્તુઓ નો ઉલ્લેખ કર્યો, કે તેને જન્નતમાં બધી જ હુરોની સરદારની બનાવવામાં આવશે, આ પહેલી ફિતરી વસ્તુને અનુકુળ ઈનામ છે. અને બીજું કે તેને હુરોથી પણ વધુ ખૂબસૂરતી આપવામાં આવશે, અને આ બીજી ફિતરી વસ્તુને અનુરૂપ ઈનામ છે.
   આનાથી શ્રેષ્ઠ અને ઉત્તમ ઈનામ શું હોય શકે કે પહેલેથી જે વસ્તુની ચાહત દિલમાં હોય તે જ વસ્તુઓ ઈનામ તરીકે મળે. કેમ કે ચાહત વગરના ઈનામ માં ન વધારે ઉત્સાહ હોય છે, અને ન ઉત્સુકતા હોય છે.
   બીજી વિશેષ વાત કે સ્ત્રીઓ માટે જન્નતના ઈનામ આ બે વસ્તુઓ સુધી સિમીત નહીં હોય, બલ્કે બીજા બધા ઘણા ઈનામો પણ મળશે, તેમજ તેમાં મળનાર ઈનામો કેવા હશે આ પ્રત્યેની સમજણ દુન્યવી દિમાગના માધ્યમ થી સમજવું અશક્ય છે, તેમજ દુન્યવી વસ્તુઓ પર અનુમાન લગાવવું પણ ગલત છે, જે વસ્તુઓ નો ઉલ્લેખ કરવામાં આવે છે તે માત્ર સહીહ સમજણ સુધી પહોંચાડવા પ્રયાસ સમાન હોય છે, બાકી વાસ્તવિકતા તો ત્યાં પહોંચ્યા પછી જ ખબર પડશે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)