કિબ્લા તરફ પગ કરવા વિષે

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો કિબ્લા તરફ પગ કરવાને વાંધાજનક નથી સમજતા. તેઓનું માનવું છે કે કુર્આન તથા હદીષમાં કોઈ જગ્યાએ સ્પષ્ટ મનાઈ કરવામાં નથી આવી.
શુદ્ધિકરણ :-
   યાદ રહે કે કાબા અલ્લાહ તઆલા ના વિવિધ પ્રતિકો પૈકી એક પ્રતિક છે. તેનું સન્માન, આદર અને અદબનો આદેશ આપવામાં આવ્યો છે. દરેક તે અમલ જે કાબાના અનાદર તથા અપમાન ને પાત્ર હોય તેની મનાઈ કરવામાં આવી છે. કુર્આનમાં અલ્લાહ તઆલા ફરમાવે છે કે :
وَمَنْ يُعَظِّمْ شَعَائِرَ اللَّهِ فَإِنَّهَا مِنْ تَقْوَى الْقُلُوب.
અર્થાત :- જે વ્યક્તિ અલ્લાહ ના પ્રતિકોનું સન્માન કરશે તો આ દિલના તકવાની નિશાની છે. [સૂરહ હજ્જ : ૩૨]
   જ્યાં સુધી વાત છે કિબ્લા તરફ પગ ફેલાવવાની મનાઈ વિષે કુર્આન તથા હદીષમાં કોઈ સ્પષ્ટ વર્ણન ન હોવું તો આ વાત યાદ રાખવી જોઈએ કે જે વિસ્તારના રિવાજો અને ઉર્ફને અનુસાર કોઈ આદરણીય વસ્તુ તરફ પગ ફેલાવવાને અસભ્યતા તથા અપમાન સમજવામાં આવે છે તે વિસ્તારમાં કાબા તરફ પગ ફેલાવવા પણ અપમાન અને તેની મનાઈ સમજવામાં આવશે. તો શું આપણા વિસ્તારમાં આ વસ્તુને અસભ્યતા તથા અપમાન સમજવામાં નથી આવતું..?
   આ જ કારણે ઉલમાએ લખ્યું છે કે મજબૂરી વગર જાણતાં હોવા છતાં કાબા તરફ પગ ફેલાવવા મકરૂહે તહરીમી (હરામના નજીક કૃત્ય) છે.
وفي الدر المختار : (وَيُكْرَهُ) تَحْرِيمًا (اسْتِقْبَالُ الْقِبْلَةِ بِالْفَرْجِ) ..... كَمَا كُرِهَ (مَدُّ رِجْلَيْهِ فِي نَوْمٍ أَوْ غَيْرِهِ إلَيْهَا) أَيْ عَمْدًا لِأَنَّهُ إسَاءَةُ أَدَبٍ، قَالَهُ مُنْلَا نَاكِيرٌ.
وفي رد المحتار على الدر المختار : (قَوْلُهُ: مَدُّ رِجْلَيْهِ) أَوْ رِجْلٍ وَاحِدَةٍ وَمِثْلُ الْبَالِغِ الصَّبِيُّ فِي الْحُكْمِ الْمَذْكُورِ، ط. (قَوْلُهُ: أَيْ عَمْدًا) أَيْ مِنْ غَيْرِ عُذْرٍ، أَمَّا بِالْعُذْرِ أَو السَّهْوِ فَلَا، ط. (قَوْلُهُ: لِأَنَّهُ إسَاءَةُ أَدَبٍ) أَفَادَ أَنَّ الْكَرَاهَةَ تَنْزِيهِيَّةٌ، ط، لَكِنْ قَدَّمْنَا عَن الرَّحْمَتِيُّ فِي بَابِ الِاسْتِنْجَاءِ أَنَّهُ سَيَأْتِي أَنَّهُ بِمَدِّ الرِّجْلِ إلَيْهَا تُرَدُّ شَهَادَتُهُ. قَالَ : وَهَذَا يَقْتَضِي التَّحْرِيمَ، فَلْيُحَرَّرْ. (بَابُ مَا يُفْسِدُ الصَّلَاةَ وَمَا يُكْرَهُ فِيهَا)
   તે માટે કાબા તરફ પગ ફેલાવવા થી બચવું જોઈએ. બલ્કે બની શકે તેમ તેનું આદર અને સન્માન કરવું જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)