હુરમતે મુસાહરત ના મસ્અલહ્ ની એક વાત સમજાવો કી સસરા જો વહુ ને શહવત થી હાથ લગાવે, અથવા બળજબરી કરવાની કોશિશ કરે અને વહુ એનો વિરોધ પણ કરે છે તો આ પરિસ્થિતિ માં પણ નિકાહ તુટી જાય..? જો હા તો આમા વહુ ની શુ ભુલ છે..?
આ જ પ્રમાણે બાકીના જેટલા રિશ્તા બતાવ્યા છે કોઈ એક જ પાત્ર તરફ થી ગલત હરકત કરવામાં આવે છે તો બીજા પાત્ર જે આમા કસુરવાર નથી હોતા તો પણ તેનો નિકાહ તૂટી જાય છે..? આમા બીજા પાત્ર ની ગલતી શું હોય છે કે તેને પણ તલાક રૂપે સજા મળે છે..?
જવાબ :
આ “ હુરમતે મુસાહરત ” ના મસ્અલહ માં જે તલાક થઈ જાય છે તેમજ તેઓ જે એકબીજા પર હરામ થઈ જાય છે તે કોઈ સજા રૂપે નથી હોતું કે તેમાં માત્ર કસૂરવાર ની ઉપર જ હુકમ લાગુ કરવામાં આવે, અને ગેર કસૂરવાર ને કંઈ લાગુ ન પડે. બલ્કે શરઈ દ્રષ્ટિએ બન્ને ની ઉપર જે હુકમ લાગુ કરવામાં આવે છે તે થયેલ ક્રિયા અને કૃત્યનું આવશ્ય પરિણામ તેમજ નતીજા ના લીધે હોય છે.
આને એક ઉદાહરણ ના માધ્યમથી સમજીએ કે... એક વ્યક્તિએ બીજાને ઝેર આપ્યું જેના લીધે બીજો વ્યક્તિ મૃત્યુ પામ્યો, હવે કોઈ પૂછે કે ભાઈ વાંક તો ઝેર આપનાર નો છે, ઝેર ખાનાર ને મૃત્યુ રૂપે સજા કેમ મળી..? તો ત્યાં દરેક આ જ જવાબ આપશે કે તે વ્યક્તિની મૃત્યુ કોઈ સજા રૂપે નથી થઈ બલ્કે તેને જે ઝેર આપવામાં આવ્યું છે તે ઝેરનો ચોક્કસ અસર અને પરિણામ આ જ છે કે તેના ખાનારનું મૃત્યુ થઈ જાય છે, ભલેને તે કસૂરવાર હોય કે ન હોય.
ઉપરોક્ત ઉદાહરણ ની જેમ જ મુસાહરત એટલે કે કામવાસના ના હેતુસર સ્પર્શ કરવાનો નતીજો અને પરિણામ બન્નેનું એકબીજા પર હરામ થઈ જવું છે, ભલેને કોઈ એકનો કસૂર ન હોય, કેમ કે હરામ થવું સજા રૂપે નથી બલ્કે તે કૃત્યના પરિણામ રૂપે છે.
જ્યાં સુધી વાત છે સજા અને કસૂર (દોષિત હેવા) ની તો આખિરતમાં તેનો ફાયદો જાહેર થશે કે જે દોષિત હશે તેના કૃત્યની તેને સજા થશે, અને જે નિર્દોષ હશે તેને કોઈ સજા નહીં થાય.
સારાંશ કે હુરમતે મુસાહરત ઉપર ગેર કસૂરવાર ની ઉપર લાગુ કરવામાં હુકમ જો કે સજા સ્વરૂપે નથી હોતો માટે આ સવાલ જ ન થવો જોઈએ કે તેનો શું કસૂર હતો..? કેમ કે કસૂરવાર અને ગેર કસૂરવાર હોવું સજામાં જોવામાં આવે છે, પરિણામ માં નહીં, પરિણામ ના હિસાબે તો બધા જ સમાન હોય છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59