લોકોમાં આ એક હદીષ પણ ખૂબ જ પ્રચલિત છે કે “ જે વ્યક્તિ મારી ઉમ્મત માં બગાડ ના સમયે એક સુન્નત જીવીત કરશે તેને ૧૦૦ શહીદોનો ષવાબ મળશે.”
શુદ્ધિકરણ :-
આ હદીષના સંદર્ભમાં બે વાતો જાણવાની છે. ➊ હદીષ નો હુકમ, ➋ હદીષ નો સહીહ મતલબ.
➊ હદીષ નો હુકમ :- ઉપરોક્ત વર્ણવેલ હદીષમાં આ વાક્ય કે “ જે મારી સુન્નત જીવીત કરશે ” કોઈ હદીષની કિતાબમાં વર્ણવેલ મળતો નથી. હાં જે વાક્ય હદીષની કિતાબોમાં વર્ણવેલ મળે છે તે આ છે કે “ જે મારી સુન્નતન પર પાબંદી થી અમલ કરશે ” તો એક આ વાતનું ધ્યાન રાખવું.
તેમજ આ બીજા વાક્ય સાથે આ હદીષ પર અમલ કરવામાં કોઈ વાંધો નથી, બલ્કે હદીષના વિદ્ધાનો ના નજદીક સ્વીકૃત છે. [ફતાવા દારૂલ ઉલૂમ ઝકરિયા : ૧ / ૪૪૨]
➋ હદીષ નો સહીહ મતલબ :- હદીષમાં સુન્નત ની જે ફઝિલત બયાન કરવામાં આવી છે તે સામાન્ય સુન્નત માટે નથી. બલ્કે આનાથી મુરાદ તે સુન્નત છે જેના પર અમલ કરવું લોકોમાં નાબૂદ થઈ ગયું હોય. અને તેના પર અમલ કરનાર ને લોકો તુચછની દ્રષ્ટિએ જોતાં હોય, તેમજ તેને અમલમાં લાવવા માટે કેટલીક વાર જીવન તથા સંપત્તિ અથવા આબરૂનું બલિદાન આપવું પડતું હોય અને તે વ્યક્તિ આ બધું જ સહન કરી તે સુન્નત પર પાબંદી થી અમલ કરે ત્યારે તેને તે સુન્નત પર અમલ કરવા ઉપર ૧૦૦ શહીદોનો ષવાબ મળે છે.
સારાંશ કે જે સુન્નત (શરઈ હુકમ અથવા અકીદહ્) પર અમલ કરવું અત્યંત મુશ્કેલ બની જાય તે સુન્નત પર અમલ કરવાની ફઝિલત આ હદીષમાં વર્ણવામાં આવી છે. [મીરકાતુ'લ્ મફાતિહ : ૧ / ૪૨૨]
તે માટે ઉપરોક્ત વર્ણવેલ હદીષમાં આ બે વાતો એટલે કે હદીષના શબ્દો અને તેનો સહીહ મતલબ ધ્યાનમાં રાખવો જોઈએ.
--------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59