રસુલુલ્લાહ ﷺ ના રૂમાલ ને આગ ન લાગવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   હદીષના નામે આ વાત પણ લોકોમાં ખૂબ જ પ્રચલિત છે કે “ હઝરત અનસ રદી. પાસે એક એવો રૂમાલ હતો કે તે જ્યારે મેલો થઈ જતો તો તેને આગમાં નાખી દેવામાં આવતો. તે દૂધની જેમ સફેદ થઈ જતો પરંતુ સળગતો ન હતો. કેમ કે રસુલુલ્લાહ ﷺ તેનાથી પોતાનું મોઢું લૂછતાં રહેતા હતા.”
શુદ્ધિકરણ :-
   આ વાતનો ઉલ્લેખ હદીષની વિવિધ કિતાબોમાં મળે તો છે પરંતુ હદીષના વિદ્ધાનોએ આને કાં તો સખત કમજોર બતાવી છે કાં તો મનઘડત બતાવી છે.
   અને રસુલુલ્લાહ ﷺ ને સંબંધિત કોઈ પણ વાત ત્યારે જ બયાન કરી શકાય જ્યારે તે સહીહ સનદ સાથે અથવા કમસેકમ ઝઈફ (કમજોર) સનદ સાથે વર્ણવામાં આવી હોય.
   તે માટે ઉપરોક્ત વર્ણવેલ વાત બયાન કરવામાં સાવચેતી અપનાવવી જરૂરી છે.
[તન્બિહાત : ૫૭ / ઑનલાઇન ફતાવા બિન્નોરિયા / શેખ આરીફ જલાલતી હફિઝહુલ્લાહ]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)