ઈમાન પર ખાત્મો થવાનો સહીહ મતલબ

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો ઈમાન પર ખાત્મો થવાનો મતલબ એવો સમજે છે કે તે વ્યક્તિને મૃત્યુના સમયે કલિમો નસીબ થાય. આ જ કારણ છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુના સમયે કોઈ કારણસર કલિમો નથી પઢતો તો આને ખૂબ જ બૂરું અને ખરાબ સમજવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
     દરઅસલ આ બાબતમાં બે અલગ વસ્તુ સમજવાની જરૂર છે.
➊ ઈમાન પર ખાત્મો :- એટલે કે માણસનું ઈમાન ની હાલતમાં મૃત્યુ આવે. જેને ઉર્દૂમાં “ ખાતિમા બિ'લ્ ઈમાન ” કહેવામાં આવે છે. અને આના માટે મૃત્યુ વખતે કલિમો નસીબ થવો જરૂરી નથી, બલ્કે તેનું માત્ર ઈમાન પર હોવું કાફી છે.
➋ સુંદર ખાત્મો :- એટલે કે માણસને મૃત્યુના સમયે કલિમો નસીબ થવો. જેને ઉર્દૂમાં “ ખાતિમા બિ'લ્ ખૈર ” અને “ હુસ્ને ખાતિમા ” કહેવામાં આવે છે.
   ઉપરોક્ત બન્નેની સહીહ સમજૂતી બાદ જાણવું જોઈએ કે શરઈ દ્રષ્ટિએ બન્ને ખાતિમા સારા અને પસંદીદા છે, તે પૈકી કોઈ એક ને ખરાબ સમજવું શરઈ દ્રષ્ટિએ સહીહ નથી. કારણ કે અસલ તો ઈમાન પર ખાતિમો (ખાતિમા બિ'લ્ ઈમાન) છે, ઈમાન પર જ આખિરતની જીંદગી નિર્ભર છે. આ વાસ્તવિક્તા સમજવા માટે આટલી વાત કાફી છે કે ઘણા સહાબાؓ અને વલીઓ નું મૃત્યુના સમયે કલિમો પઢવું સાબિત નથી. બલ્કે પોતે રસુલુલ્લાહ ﷺ નું મૃત્યુના સમયે કલિમો પઢવું કોઈ પણ પ્રકારની હદીષથી સાબિત નથી મળતું. જેનાથી ખબર પડે છે કે ઈમાન ની હાલતમાં મૃત્યુ આવવું અસલ છે. બાકી કલિમો પણ નસીબ થઈ જવું વધુ સારું કહેવાશે, કેમ કે મૃત્યુના સમયે કલિમો નસીબ થવાની અલગ ફઝીલતો હદીષમાં આવી છે. પરંતુ નસીબ ન થવું પણ ખરાબ ન કહેવાય.
   તે માટે કોઈ મુસલમાન ને મૃત્યુના સમયે કલિમો નસીબ ન થવા પર તેને બૂરું અને ખરાબ સમજવું શરઈ દ્રષ્ટિએ સહીહ નથી, આ રીતના ખયાલોથી પોતાની સમજને દુરસ્ત કરવી જરૂરી છે.
[ઈસ્લાહે અગ્લાત : ૧૩૬૪]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)