અઝાનનો જવાબ આપવા વિષે લોકોમાં ઘણી મુંઝવણ જોવા મળે છે, તે માટે નિમ્ન વિગતવાર તે વિષે લખવામાં આવે છે.
અઝાનનો જવાબ આપવા વિષે સૌથી પહેલા આ વાત જાણી લેવી જોઈએ કે અઝાનનો જવાબ આપવાની બે રીત છે. ➊ બોલીને જવાબ આપવો, ➋ મસ્જિદ તરફ નમાઝ માટે ચાલીને જવું.
નંબર એક એટલે કે અઝાનનો જવાબ બોલીને આપવો મુસ્તહબ છે. અને નંબર બે એટલે કે મસ્જિદ તરફ ચાલીને જવું પણ અઝાનનો જવાબ આપવો છે અને આ વાજીબ છે.
☜ ان الإجابة باللسان مندوبة، والواجبة هى الإجابة بالقدم۔ (رد المختار : ٢ / ٥٩ - ٦٠)
❍ અઝાનનો જવાબ આ રીતે આપવો :-
અઝાનમાં મોઅઝ્ઝીન સાહબ જે કલિમાત બોલે જવાબમાં પણ એ જ કલિમાત બોલવાના રહેશે, હાં માત્ર " હય્ય અલ'સ્ સલાહ્ " અને " હય્ય અલ'લ્ ફલાહ્ " ના જવાબમાં " લા હવ્લ વ'લા કુવ્વત ઈલ્લા બિલ્લાહ્ " કહેવામાં આવે.
قَالَ رَسُولُ اللهِ ﷺ إِذَا قَالَ الْمُؤَذِّنُ اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ، فَقَالَ أَحَدُكُمْ : اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ، ثُمَّ قَالَ : أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، قَالَ : أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ، ثُمَّ قَالَ : أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ قَالَ : أَشْهَدُ أَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ، ثُمَّ قَالَ : حَيَّ عَلَى الصَّلَاةِ، قَالَ : لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ، ثُمَّ قَالَ : حَيَّ عَلَى الْفَلَاحِ، قَالَ : لَا حَوْلَ وَلَا قُوَّةَ إِلَّا بِاللهِ، ثُمَّ قَالَ: اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ، قَالَ : اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ، ثُمَّ قَالَ : لَا إِلَهَ إِلَّا اللهُ، قَالَ : لَا إِلَهَ إِلَّا اللهُ مِنْ قَلْبِهِ دَخَلَ الْجَنَّةَ۔ (مسلم شریف : ۸۵۰)
❍ અઝાનનો જવાબ આપવાની ફઝિલત :-
અઝાનનો જવાબ આપવાની હદીષોમાં નિમ્ન લિખિત રીતે ફઝિલત વર્ણવામાં આવી છે.
☜ قَالَ رَسُولُ اللهِ ﷺ إِذَا قَالَ الْمُؤَذِّنُ : اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ، فَقَالَ أَحَدُكُمْ : اللهُ أَكْبَرُ اللهُ أَكْبَرُ۔۔۔۔۔۔۔۔۔ مِنْ قَلْبِهِ دَخَلَ الْجَنَّةَ۔ (مسلم : ۸۵۰)
✰ તર્જુમો :- જે વ્યક્તિ અઝાનનો જવાબ દિલથી આપશે તે જન્નતમાં દાખલ થશે.
☜ حَدَّثَنَا وَكِيعٌ، عَنْ مِسْعَرٍ، عَنْ حَمَّادٍ، عَنْ إبْرَاهِيمَ، قَالَ : مَنْ قَالَ مِثْلَ مَا يَقُولُ الْمُؤَذِّنُ كَانَ لَهُ مِثْلُ أَجْرِهِ۔ (مصنف ابن ابی شیبہ : ۲۳۷۹)
✰ તર્જુમો :- હઝરત ઈબ્રાહિમ નખઈؒ એ ફરમાવ્યું કે જે વ્યક્તિ અઝાનનો જવાબ આપે છે તેને અઝાન આપનારના બરાબર ષવાબ મળે છે.
ઉપરોક્ત ફઝિલતો ને સામે રાખી અઝાનનો જવાબ આપવો જોઈએ.
❍ અઝાન વિષે વિભિન્ન મસાઈલ :-
➙ અઝાનનો જવાબ જેવી રીતે મર્દો માટે મુસ્તહબ અને ષવાબને પાત્ર કામ છે એવી જ રીતે સ્ત્રીઓ માટે પણ મુસ્તહબ અને ષવાબને પાત્ર કામ છે. (ફતાવા હિન્દીય્યહ્)
➙ ઘણી બધી મસ્જીદોની અઝાન વારાફરતી થતી હોય તો તે વખતે પહેલી અઝાનનો જવાબ આપવો શ્રેષ્ઠ છે. (ઈમ્દાદુ'લ્ ફતાવા : ૧ / ૪૪૬)
➙ એક સાથે થનાર અઝાનો વખતે પોતાના મહોલ્લાની અઝાનનો જવાબ આપવો શ્રેષ્ઠ છે. (કિતાબુ'લ્ મસાઈલ : ૧ / ૨૫૮)
➙ અઝાન વખતે કુર્આનની તીલાવત તેમજ દીની વાતોમાં મશગૂલ રહેવું જાઈઝ છે, અલબત્ત શ્રેષ્ઠ અને ઉત્તમ આ છે કે અઝાનનો જવાબ આપવામાં આવે. (ફતાવા કાસિમિય્યહ્ : ૫ / ૪૪૭)
➙ અઝાન વખતે વાતો કરવી અદબના વિરુદ્ધ છે તે માટે ખામોશ રહીને જવાબ આપવો શ્રેષ્ઠ અને ઉત્તમ છે. (ફતાવા મહ્મુદીય્યહ્ : ૫ / ૪૨૯)
➙ અઝાનનો જવાબ અઝાન થઈ ગયા પછી આખી અઝાનનો જવાબ એક સાથે આપવો પણ દુરુસ્ત છે. (અહ્સનુ' ફતાવા : ૨ / ૨૯૨)
❍ ઈકામત વિષે હુકમ :-
જેવી રીતે અઝાનનો જવાબ આપવો મુસ્તહબ છે એવી જ રીતે ઈકામતનો જવાબ આપવો પણ મુસ્તહબ છે.
☜ ویجیب الإقامة ندبا اجماعا كالأذان۔ (در المختار مع رد المختار : ۲ / ٦٤ - ٦٥)
❍ ઈકામતનો જવાબ આપવાની રીત :-
ઈકામતનો જવાબ પણ એવી જ રીતે આપવાનો જેવી રીતે અઝાનનો આપવામાં આવે છે, અને " કદ્'કૉમતિ'સ્ સલાહ્ " ના જવાબમાં " અકૉમહ'લ્લાહૂ વ'અદામહા " કહેવાનું રહેશે.
☜ عَنْ أَبِي أُمَامَةَؓ أَنَّ بِلَالًاؓ أَخَذَ فِي الْإِقَامَةِ، فَلَمَّا أَنْ، قَالَ: قَدْ قَامَتِ الصَّلَاةُ، قَالَ النَّبِيُّ ﷺ : أَقَامَهَا اللَّهُ وَأَدَامَهَا۔ (ابو داود شریف : ۵۲۸)
✦✧✧ - ✧✧✦
અઝાન વિષે અમુક બેબુનિયાદ વાતો વિષેની પોસ્ટોની લિંક
(નીચે આપેલ શિર્ષકો પર ક્લિક કરવાથી તે પોસ્ટ તમારી સામે ખુલશે)
✦✧✧ - ✧✧✦
▁ ▂ ▄ ▅ ▆ ▇ █ સમાપ્ત █ ▇ ▆ ▅ ▄ ▂ ▁
------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59