લોકોમાં સફરમાં એક્સિડન્ટ થી બચવાના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે : હઝરત ઈબ્ને અબ્બાસ રદી. ફરમાવે છે કે મારા કાન બહેરા થઈ જાય, મારી આંખો આંધળી થઈ જાય જો હું ગલત બોલું. જે કોઈ વ્યક્તિ આ દુવા (કુર્આનની એક આયત : વમા કદરૂલ્લૉહ હક્ક કદરીહિ.... અંત સુધી) પઢી લે, અને પછી સફર કરે. અલ્લાહ ની કસમ એક્સિડન્ટ નહીં થાય. અને જો થઈ જાય તો કયામતના દિવસે મારી ગરદન પકડી લેજો.
શુદ્ધિકરણ :-
હઝરત ઈબ્ને અબ્બાસ રદી. ને સંબંધિત આ વાત ઘણી તલાશ બાદ ફૈઝુ'લ્ કદીર (૨ / ૧૮૨) નામી કિતાબમાં મળે તો છે પરંતુ ત્યાં કોઈ જ પ્રકારના સંદર્ભ વગર આ રીતે બયાન કરી છે કે “ કોઈકે આ વાત બયાન કરી છે.”
તદુપરાંત ઉપરોક્ત વર્ણવેલ વાતમાં જે વર્ણન છે કે મારા કાન.... મારી આંખો... વગેરે, આ વાતો તો કોઈ જ જગ્યાએ વર્ણવેલ મળતી નથી.
તેથી ઉપરોક્ત વર્ણવેલ વાત સાબિત ન હોવાથી તેને બયાન કરવી જાઈઝ નથી. બલ્કે જે દુવાઓ સાબિત છે તેની પાબંદી કરવી જોઈએ.
[તહકીક : શેખ મુહમ્મદ તલ્હા બિલાલ અહમદ મનિયાર હફિઝહુલ્લાહ]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59