સૂરહ યાસીન પઢીને ખાવા ઉપર દમ કરવા વિષે

Ml Fayyaz Patel
0
   આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જે ખાવા ઉપર સૂરહ યાસીન પઢીને દમ કરવામાં આવે એટલે કે ફૂંક મારવામાં આવે તે ખાવા દરેક માટે પૂરતું થઈ જાય છે, ઘટતું નથી.
શુદ્ધિકરણ :-
   બેશક યાસીન શરીફ પણ કુર્આન મજીદ નો એક હિસ્સો છે અને કુર્આનની તિલાવત થી દરેક વસ્તુમાં ખૂબ બરકત થાય છે. તદુપરાંત સ્વંય યાસીન શરીફ પણ બરકત ને પાત્ર છે. તેના ખૂબ ફઝાઈલ હદીષમાં વર્ણવેલ મળે છે. જેમ કે એક હદીષમાં આવે છે કે :
   “ જે વ્યક્તિ દિવસના પ્રારંભિક ભાગમાં સૂરહ યાસીન ની તિલાવત કરે છે, તેની આખા દિવસની જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે.” [સૂનને દારમી : ૩૪૧૮]
   પરંતુ હદીષોમાં તેને પઢવાની કોઈ ખાસ રીત કે પદ્ધતિ બતાવવામાં નથી આવી, બલ્કે શરઈ હદમાં રહી જે રીતે પણ પઢવામાં આવે તે બરકતને પાત્ર રહેશે. અને કોઈ એક પદ્ધતિને જરૂરી સમજી તે રીતે જ પઢવાને બરકતને પાત્ર સમજવું બિદઅત કહેવાશે. તેમજ ખાવાની વસ્તુઓ પર ફૂંક મારવાનો પણ કોઈ ઉલ્લેખ નથી મળતો.
   તે માટે જે રીતે હદીષમાં બતાવવામાં આવે તે જ રીતે પઢવું જોઈએ, અને તેને કોઈ એક પદ્ધતિ સાથે ખાસ કરવાથી સાવચેતી અપનાવવી જોઈએ.
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)