પયગંબર મુહમ્મદ ﷺ દરેક માટે હીરો હતા

Ml Fayyaz Patel
0
   પ્રખ્યાત ફ્રેન્ચ ફિલોસોફર વૉલ્ટેર (૧૬૯૪ / ૧૭૭૮) એ કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પોતાની નજીકના લોકોમાં હીરો નથી હોતો.
𝐍𝐨 𝐦𝐚𝐧 𝐢𝐬 𝐚 𝐡𝐞𝐫𝐨 𝐭𝐨 𝐡𝐢𝐬 𝐯𝐚𝐥𝐞𝐭
   કેમ કે નજીકના લોકોમાં તે વ્યક્તિનું અંગત જીવન પણ હોય છે. અને અંગત જીવનમાં કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ હોતું નથી. દૂરના લોકો માટે એક વ્યક્તિ જેટલી સારી લાગે છે, એટલો સારો નજીકના લોકો માટે નથી હોતો. તે માટે નજીકના લોકો તે વ્યક્તિને હીરો માનવાની લાગણીઓ વિકસાવી શકતા નથી.
   પરંતુ બાસવર્થ સ્મિથ લખે છે કે ઈસ્લામના પયગંબર ﷺ વિશે આ સાચું નથી. કેમ કે ઈતિહાસ બતાવે છે કે જે વ્યક્તિ તેમની જેટલી નજીક હતો તે વ્યક્તિ એટલા જ વધુ પ્રમાણમાં તેમના ગુણોની પ્રશંસા અને વખાણ કરતા જોવા મળે છે.
   આથી જ અલ્લાહ તઆલા કુર્આન ફરમાવે છે કે :
لَقَدۡ كَانَ لَكُمۡ فِىۡ رَسُوۡلِ اللّٰهِ اُسۡوَةٌ حَسَنَةٌ.
[સૂરહ અહઝાબ : ૨૧]
હુઝૂર ﷺ તમારા (દરેક માટે) રોલ મોડેલ છે.
   એટલે કે માનવ જીવનના દરેક ક્ષેત્રમાં વ્યક્તિગત હોય કે સામૂહિક, સામાજિક હોય કે આર્થિક, નૈતિક હોય કે રાજનૈતિક હુઝૂર ﷺ ની દરેક વાતો અને કામો અનુકરણ ને પાત્ર છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)