કયામતનું મેદાન ક્યાં કાયમ થશે..?

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વાત ખૂબ જ પ્રચલિત છે કે કયામતનું મેદાન અરફાતના મેદાનમાં કાયમ કરવામાં આવશે.
શુદ્ધિકરણ :-
   કયામતના મેદાન વિષે અરફાત વાળી વાત દુરસ્ત નથી. બલ્કે સહીહ હદીષોમાં આ વિશે “ શામ ” માં કયામતનું મેદાન કાયમ થવાનું બતાવવામાં આવ્યું છે.
 الشَّامُ أَرْضُ المَحْشَرِ
[મુસ્નદે અહમદ]
ભેગા કરવાની જગ્યા શામ છે.
નોંધ :- યાદ રહે કે હુઝૂર ﷺ ના યુગમાં જેને “ શામ ” કહેવામાં આવતું હતું તે આજે ભૌગોલિક સીમાઓના હિસાબે પાંચ દેશોમાં વિભાજિત થઈ ગયું છે. સીરિયા, જોર્ડન, લેબનોન, ફલસ્તીન અને ઈઝરાયેલ. અલબત્ત આ પાંચ પૈકી ક્યાં કાયમ થશે..? આની કોઈ સ્પષ્ટતા નથી.
   સારાંશ કે કયામત અરફાતના મેદાનમાં નહીં,બલ્કે શામ ની ભૂમિ પર પ્રસ્થાપિત કરવામાં આવશે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)