સદકહ્ આપવામાં બકરાની વિશિષ્ટા ચિંતાનો વિષય છે

Ml Fayyaz Patel
0
   લોકોમાં સદકહ્ માં બકરો તેમજ મોટા જાનવર આપવા વિષે ઘણી જ મનઘડત અને અંધશ્રદ્ધા ઓ વધી રહી છે કે સદકહ્ માં બકરો આપવો જરૂરી છે, બિમાર વ્યક્તિ ની શીફા માટે બકરો તેમજ મોટા જાનવરને ઝબહ કરવો જરૂરી છે, જાન ના બદલામાં જાન ના તોર પર, તેમજ કાળા રંગના બકરાને અમુક લોકો જરૂરી સમજે છે.
શુદ્ધિકરણ :-
   સૌથી પહેલા આ વાત સમજી લેવી જોઈએ કે સદકહ્ દ્વારા મુસીબત વગેરે થી હિફાઝત થઈ શકે છે જેમ કે હદીષમાં આવે છે કે :
☜ قَالَ رَسُولُ اللَّهِ ﷺ إِنَّ الصَّدَقَةَ لَتُطْفِئُ غَضَبَ الرَّبِّ وَتَدْفَعُ عَنْ مِيتَةِ السُّوءِ. [سنن ترمذي : ٦٦٤]
✰ તર્જુમો :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે બેશક સદકહ્ અલ્લાહ તઆલા ના ગુસ્સાને ઠંડો કરે છે, અને ખરાબ મોતથી હિફાઝત કરે છે.
   પરંતુ સદકહ્ આમ છે એવો કોઈ ઉલ્લેખ નથી કે સદકહ્ માં માત્ર બકરો કે મોટું જાનવર જ કબૂલ ગણાશે, બલ્કે પૈસા, કપડાં, અનાજ વગેરે કંઈ પણ દઈ શકાય છે.
   તે માટે લોકોમાં સદકહ્ પ્રત્યે બકરા તેમજ મોટા જાનવરની જે વિશિષ્ટા છે તે સહીહ નથી, બલ્કે ખોટી અને ગલત છે કેમ કે તેમાં નિમ્ન મુજબ બે ખરાબીઓ છે. 
➤ પહેલી ખરાબી તો આ છે કે લોકો બકરાને સદકહ્ માં આપીને જાન ના બદલે જાન નો અકીદો ધરાવે છે જે દુરુસ્ત નથી, તે માટે આવા અકીદા સાથે કરેલ સદકહ્ પણ દુરુસ્ત નથી.
➤ બીજી ખરાબી આ છે કે શરીયતમાં સદકહ્ કોઈ પણ પ્રકારનો આપી શકાય છે એટલે કે આમ છે, જ્યારે કે લોકોએ સદકહ્ ને માત્ર બકરા સાથે ખાસ કરી દીધો છે, અને કોઈ આમ કામને શરઈ સંદર્ભ વગર કોઈ એક વસ્તુમાં ખાસ કરી દેવી બિદઅત અને ના જાઈઝ છે.
❖ નોંધ :- અમુક લોકો એવા પણ છે જેઓનો બકરો સદકહ્ કરવામાં ઉપરોક્ત વર્ણવેલ હેતુ નથી હોતો, તેમના માટે બકરો સદકહ્ કરવામાં વાંધો તો નથી પરંતુ જેઓ ઉપરોક્ત જણાવ્યા મુજબ અકીદો રાખે છે તેઓના અથવા બીજા લોકોના અકીદા અને શ્રધ્ધા ની સુધારણા ના હેતુ માટે બકરા સિવાય અનાજ, પૈસા, કપડાં વગેરેને રીવાજ આપવો જોઈએ, જેથી લોકો દરમિયાન આ વાત પણ સારી રીતે આવી જાય કે બકરા સિવાય અન્ય વસ્તુઓ નો સદકહ્ પણ આપી શકાય છે.
   તે માટે સદકહ્ માં ઉપરોક્ત વર્ણવેલ વાતોને ધ્યાનમાં રાખી અમલ કરવો જોઈએ.
[નફાઈસુ'લ્ ફિક્હ : 3 / 244]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)