અમુક ગેર મુસ્લિમ (હિન્દુ) સવાલ કરે છે કે અમારો ધર્મ ખૂબ જ જૂનો લગભગ પ૦૦૦ વર્ષ પહેલેથી પણ વધુ જૂનો છે, જ્યારે કે ઈસ્લામ તો માત્ર ૧૪૦૦ વર્ષ જૂનો છે, તો તે ભાઈને શું જવાબ આપવામાં આવે..?
જવાબ :
ઈસ્લામ ની અસલ તાલીમમાં હઝરત આદમؑ થી [જ્યારથી દુનિયા બની ત્યાર થી લઈ] હઝરત મુહમ્મદ ﷺ સમેત બધી જ ઉમ્મતો બુનિયાદી અકાઈદ અને મૂળભૂત સિદ્ધાંતો માં સમાન છે. હાં માત્ર શરઈ આદેશો [મસાઈલ] માં જ તફાવત રહ્યો છે. આ હિસાબે ઈસ્લામ હઝરત આદમؑ ના સમયથી અસ્તિત્વમાં છે, ભલે તેને ઈસ્લામના નામથી પરિચય આપવામાં ન આવતો હતો.
બીજી વાત ભલે ભારતીય હિન્દુઓ નો દાવો છે કે તેઓનો હિન્દુ ધર્મ પહેલેથી છે, પરંતુ ઐતિહાસિક સંદર્ભો તેમના દાવાના વિરુદ્ધ છે, કેમ કે ઐતિહાસિક સંદર્ભોના હિસાબે ઈસ્લામ નો સંબંધ ભારત સાથે એક દોઢ સદી નહીં બલ્કે કઈ સદીઓ જૂનો સંબંધ છે.
જેમ કે ઈસ્લામિક ઈતિહાસ થી જ્યાં એક તરફ આ વાત ખબર પડે છે કે હઝરત આદમؑ ને ભારતમાં ઉતારવામાં આવ્યા હતા જેમ કે તારીખે તબરી [૧ / ૧૧૮] માં હઝરત ઈબ્ને અબ્બાસ અને હઝરત અલીથી, [૧ / ૨૨] માં હઝરત અલી હઝરત ઈબ્ને અબ્બાસ અને હઝરત કતાદાહથી અને [૧ / ૮૪] માં હઝરત હસન અને હઝરત અલ-સાદીથી આ રિવાયતો બયાન કરવામાં આવી છે. એવી જ રીતે મૌલાના ગુલામ અલી આઝાદ બિલગ્રામીએ “ અલ-મુર્જન ફી અષરીલ હિન્દુસ્તાન ” માં આ લેખની ઘણી વાતો એકઠી કરી છે, જે સાબિત કરે છે કે હઝરત આદમؑ એ ભારતની ધરતીમાં પોતાનું પ્રથમ પગલું ભર્યું હતું.
ઈસ્લામિક સ્ત્રોતો ઉપરાંત હઝરત આદમؑ અને હઝરત હવ્વા ના સંબંધિત સમાન ઘટનાઓ સનાતન ધર્મના પ્રાચીન પુસ્તકોમાં પણ જોવા મળે છે. હઝરત આદમની સૃષ્ટિની ઘટના, ફરિશ્તાઓ તેમને નમન [સજ્દહ] કરે છે, હઝરત આદમથી હઝરત હવાનું સર્જન, શેતાન આ બંનેને પ્રતિબંધિત વૃક્ષનો સ્વાદ ચાખવા માટે ફસાવે છે અને પછી સજા તરીકે દુનિયામાં ઉતારવામાં આવે છે. જુઓ [ઋગ્વેદ : પ્રથમ મંડલ સૂત્ર નં. ૧૦ થી ૧૭ ભૂષા પુરાણ પ્રતિ સર્ગનો પ્રથમ ખંડ, રામચર્ત્ર માનસબલ કાંડનો પ્રથમ શ્લોક, શ્લોક ૧૪૧.]
તે માટે એમ સમજવુ કે ઈસ્લામ માત્ર ૧૪૦૦ વર્ષ જૂનો દીન છે સહીહ નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59