શું મુસલમાનો અલ્લાહ તઆલા થી વધુ નબી ﷺ ને મોહબ્બત કરે છે..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   આમ તોર પર જોવામાં આવે છે કે મુસલમાનો અલ્લાહ તઆલા થી વધુ હઝરત મુહમ્મદ ﷺ ને વધારે મોહબ્બત કરતા હોય એમ લાગે છે, જેમ કે મુસલમાનો ને નબી ﷺ ની ગુસ્તાખી પર જેટલો ગુસ્સો આવે છે એટલો અલ્લાહ તઆલા ની મુહબ્બત પર નથી આવતો, આવુ કેમ..?
જવાબ :
   પવિત્ર કુર્આન અને વિવિધ હદીષોથી સ્પષ્ટ રીતે આ વાત સાબિત છે કે મુસલમાનો માટે જરૂરી છે કે અલ્લાહ તઆલા અને હઝરત મુહમ્મદ ﷺ બન્નેની મોહબ્બત રાખે. વાસ્તવમાં આ બંને એકબીજા સાથે સંબંધિત છે, એવું નથી કે કોઈ વ્યક્તિ અલ્લાહ સાથે તો મોહબ્બત કરે પરંતુ હઝરત મુહમ્મદ ﷺ થી તેને મોહબ્બત ન હોય, અથવા તે અલ્લાહના રસુલ ﷺ થી તો પ્રેમ કરતો હોય, પરંતુ અલ્લાહ ને પ્રેમ ન કરે.
   જ્યાં સુધી વાત છે હઝરત મુહમ્મદ ﷺ નો પ્રેમ મુસ્લિમો વધુ જોવા મળે છે તો તેનું કારણ આ છે કે અલ્લાહ તઆલાનો પ્રેમ વાસ્તવમાં નિર્ભર રાખવામાં આવ્યો છે નબી ﷺ ના પ્રેમ અને તેમની આજ્ઞાકારી પર કે જે પણ વ્યક્તિ અલ્લાહ તઆલા ની મોહબ્બત નો દાવેદાર હશે તે વ્યક્તિ ચોક્કસપણે હઝરત મુહમ્મદ ﷺ નો અનુયાયી અને પ્રેમી હશે, જેમ કે અલ્લાહ તઆલા કુર્આનમાં ફરમાવે છે કે :
قُلۡ اِنۡ کُنۡتُمۡ تُحِبُّوۡنَ اللّٰهَ فَاتَّبِعُوۡنِیۡ.
 [સૂરા આલીઇમરાન: ૩૧]
અનુવાદ :- (હે મુહમ્મદ) કહી દ્યો કે જો તમે અલ્લાહને પ્રેમ કરતા હો તો મને (મુહમ્મદ) અનુસરો.
મફહૂમ :- પ્રેમ એક છુપી વસ્તુ છે, કોઈ કોઈને પ્રેમ કરે કે ન કરે, અને તે ઓછો હોય કે વધારે, તેનો આ નિશાની સિવાય કોઈ માપદંડ નથી. આ આયતમાં કહેવામાં આવ્યું છે કે જેઓ અલ્લાહ તઆલાના પ્રેમનો દાવો કરતા હતા, અલ્લાહ તઆલાએ તેમને આ આયતમાં પોતાના પ્રેમની ગુણવત્તા જણાવી છે, એટલે કે આજે દુનિયામાં કોઈ વ્યક્તિ અલ્લાહ તઆલા સાથે પ્રેમનો દાવો કરે છે તો તેની મુહમ્મદ ﷺ ની મોહબ્બત અને પેરવીના આધારે કસોટી કરવામાં આવશે, અને તે પોતાના દાવામાં જેટલો કમજોર હશે, તેટલી તેની આજ્ઞા પાળવામાં વધુ આળસ અને નબળાઈ જોવા મળશે. [મારીફુલ કુરાન: મુફ્તી શફી]
   હવે પ્રશ્ન આ રહે છે કે અલ્લાહનો પ્રેમ હઝરત મુહમ્મદ સાહેબના પ્રેમ અને આજ્ઞાકારી પર આધારિત છે આ તો સમજાઈ ગયું છે, પરંતુ એવું પણ તો શક્ય છે કે પયગમ્બર ﷺ ની મોહબ્બત ને અલ્લાહ તઆલા ની મોહબ્બત પર નિર્ભર બનાવવામાં આવે..? તો આનો જવાબ આ છે કે દુનિયામાં એવા લોકો તો છે જેઓ અલ્લાહ ને તો માને છે પણ પયગંબર મુહમ્મદ સાહેબને નથી માનતા, જેમ કે યહૂદીઓ, ખ્રિસ્તીઓ, પણ તમને એવા લોકો નહીં મળે કે જેઓ પયગંબર સાહેબને તો માનતા હોય પરંતુ અલ્લાહ ને ન માનતા હોય, આ કારણે જ અલ્લાહ તઆલા ની મોહબ્બત ને હઝરત મુહમ્મદ ની મોહબ્બત પર નિર્ભર રાખવામાં આવ્યો.
   સારાંશ કે એક મુસ્લિમ બંનેને પ્રેમ કરે છે, બંનેનો પ્રેમ એકબીજા સાથે સંબંધિત છે, જે વ્યક્તિ બન્ને પૈકી માત્ર કો એકને જ પ્રેમ કરશે તો તે મુસ્લિમ કહેવાશે નહીં.
   અને જેટલો આદર પયગંબર ﷺ માટે જરૂરી છે, તેટલો જ અલ્લાહ તઆલા માટે પણ જરૂરી છે અને ગુસ્તાખી ની સજામાં બંનેનો એક જ હુકમ છે, મુહમ્મદ સાહેબ ની ગુસ્તાખી પર આ સૂત્ર "સર તન સે જુદા" એટલા માટે મુસ્લિમો માં વધુ સાંભળવામાં આવે છે કે પયગંબર ﷺ ની ગુસ્તાખી અલ્લાહ તઆલા કરતાં વધુ જોવા મળે છે.
   અને એટલા માટે પણ મુહમ્મદ ﷺ ની મોહબ્બત વધુ જોવા મળે છે કે પયગંબર સાથેની મોહબ્બત અલ્લાહ તઆલા ની મોહબ્બત સુધી પહોંચવાનો જરીયો છે, કે પયગંબર સાથેની મોહબ્બત ની હિફાઝત કરવામાં આવશે, તેટલી જ અલ્લાહ તઆલા ની મોહબ્બત મહફૂઝ રહેશે, આ એકમાત્ર રસ્તો છે, બલ્કે આ તો અલ્લાહ તઆલા ની મોહબ્બત સુધી પહોંચવાનો એક રસ્તો છે,બાકી જાહેરમાં જે સમજાય છે વાસ્તવમાં એવું નથી.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)