અમુક લોકો ટોપી અથવા ઓઢણી સાથે તિલાવત કરવું જરૂરી સમજે છે. જ્યારે કે અન્ય અમુક લોકો આને બિલકુલ સામાન્ય સમજે છે.
શુદ્ધિકરણ :-
ટોપી તથા ઓઢણી પહેર્યા વિના તિલાવત કરવી ન તો જરૂરી છે. અને ન એટલું સામાન્ય છે જેટલું સમજવામાં આવે છે.
કુર્આનની તિલાવત કરતી વખતે માથાને ટોપી અથવા ઓઢણી દ્વારા ઢાકવું કુર્આનના અદબમાં થી છે. કેમ કે કુર્આન અલ્લાહ તઆલા નું કલામ છે જે આદર અને સન્માનને પાત્ર હોવાથી તેની તિલાવત કરતી વખતે તેના અદબમાં માથે ટોપી અથવા ઓઢણી પહેરવાનો પ્રબંધ કરવો જોઈએ.
رَجُلٌ أَرَادَ أَنْ يَقْرَأَ الْقُرْآنَ فَيَنْبَغِي أَنْ يَكُونَ على أَحْسَنِ أَحْوَالِهِ يَلْبَسُ صَالِحَ ثِيَابِهِ وَيَتَعَمَّمُ وَيَسْتَقْبِلُ الْقِبْلَةَ؛ لِأَنَّ تَعْظِيمَ الْقُرْآنِ وَالْفِقْهِ وَاجِبٌ، كَذَا في «فَتَاوَى قَاضِي خَانْ». [الفتاوى الهندية]
તેથી તિલાવત કરતી વખતે માથે ટોપી અને ઓઢણીનો પ્રબંધ (એહતેમામ) કરવો જોઈએ. હાં..! કોઈ કારણસર ન પહેરી શકાય તો આ અદબના વિરુદ્ધ પણ નહીં કહેવાય.
[ઈસ્લાહે અગ્લાત : ૧૦૯૧ & ઑનલાઇન ફતાવા બિન્નોરિયા]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59