લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે દૂંટીની નીચેના વાળ તેમજ બગલના વાળનો સમય ૪૦ દિવસથી વધુ થઈ જાય તો આ હાલતમાં નમાઝ તેમજ કોઈ પણ ઈબાદત કબૂલ થતી નથી.
શુદ્ધિકરણ :-
શરઈ દ્રષ્ટિએ દૂંટીની નીચેના વાળ તેમજ બગલ ના વાળ કાપવાનો મુસ્તહબ સમય દર અઠવાડિયે જુમ્મા ના દિવસે કાપવામાં આવે, તેમજ પંદર દિવસમાં એક વખત કાપવા પણ જાઈઝ છે, નહીંતર ૪૦ દિવસ પૂર્ણ થતાં પહેલા કાપવા તો વાજીબ અને જરૂરી છે, અને જો તેનો સમય ૪૦ દિવસથી વધી જાય તો શરઈ દ્રષ્ટિએ ના જાઈઝ અને મકરૂહે તહરીમી (હરામ ના નજદીક) અને ગુનાહને પાત્ર કૃત્ય છે.
☜ عَنْ أَنَسِ بْنِ مَالِكٍ قَالَ وُقِّتَ لَنَا فِي قَصِّ الشَّارِبِ وَتَقْلِيمِ الْأَظْفَارِ وَنَتْفِ الْإِبِطِ وَحَلْقِ الْعَانَةِ أَنْ لَا نَتْرُكَ أَكْثَرَ مِنْ أَرْبَعِينَ لَيْلَةً. [مسلم شريف : ٥٩٩]
✰ તર્જુમો :- હઝરત અનસؓ ફરમાવે છે કે મૂછો અને કાપવા, બગલ ના વાળ અને દૂંટીની નીચેના વાળ સાફ કરવા માટે અમારા માટે એક સમય નક્કી કરવામાં આવ્યો છે કે ૪૦ દિવસથી વધુ છોડવામાં ન આવે.
☜ (و) یستحبّ (حلق عانته وتنظیف بدنه بالاغتسال في کل أسبوع مرّۃً) والأفضل یوم الجمعة وجاز في کلّ خمسة عشرۃ وكره تركه وراء الأربعین، مجتبی.
(قوله: وكره تركه) أي تحريمًا لقول المجتبى: ولا عذر فيما وراء الأربعين، ويستحقّ الوعيد اهـ
[الدر المختار وحاشية ابن عابدين (رد المحتار) : 6/ 406]
પરંતુ આ વાત ગલત છે કે ૪૦ દિવસ સુધી વાળ ન કાપનાર ની ઈબાદત તેમજ દુવા વગેરે કબૂલ થતી નથી.
તે માટે ૪૦ દિવસ પહેલા વાળ કપાવવા વાજીબ અને જરૂરી હોવાથી કાપી લેવા જોઈએ, પણ તે છતાંય ન કાપવા પર નમાઝ, દુવા તેમજ ઈબાદત વગેરે કબૂલ થવામાં રૂકાવટ પણ નથી.
[ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ & જામીઆ બિન્નોરી ટાઉન]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59