ઈસ્લામ પુરુષો માટે ખત્ના નો આદેશ આપે છે, તો આ પાછળ હિકમત શું છે..?
જવાબ :
ખત્ના કરાવવી ઈસ્લામના વિભિન્ન પ્રતિકો પૈકી એક પ્રતિક (શિઆર) છે, અને હદીસમાં બતાવ્યા મુજબ બધા જ નબીઓ ની સુન્નત છે, જેને લીધે ઈસ્લામમાં મુસલમાનો ને ખત્ના નો આદેશ આપવામાં આવ્યો છે અને તેને સુન્નત કહેવામાં આવ્યું છે, તેમજ આ સુન્નત છોડવી ગુનાહને પાત્ર કૃત્ય લેખાશે.
જેની હિકમત આ છે કે જેમ કે ઈસ્લામ પાકી (સફાઈ) ને ખૂબ પસંદ કરે છે અને તેમાં આવતી દરેક રૂકાવટ ને દૂર કરવાની પાબંદી પણ કરાવે છે તો તે રૂકાવટો પૈકી એક રૂકાવટ તે ચામડી પણ છે જેને ખત્ના દ્વારા દૂર કરવામાં આવે છે કે પેશાબ કર્યા બાદ તે ચામડીને લીધે તે જગ્યાએ સફાઈ બરાબર થતી નથી તો ઈસ્લામે તે ચામડીને જ દૂર કરવાનો આદેશ આપ્યો જેથી પાકી (સફાઈ) પૂરેપૂરી રીતે હાસિલ થઈ જાય.
આ સિવાય બીજી ઘણી હિકમતો તેમજ તબીબી ફાયદાઓ છે જેમ કે તેના લીધે માણસ પેશાબની નળીઓ માં સોજો અને દુખાવાની બિમારી થી મુક્ત તેમજ તે ચામડી અમુક વખત કેન્સર નો પણ સબબ બને છે વગેરે, પરંતુ એક મુસલમાન માટે અલ્લાહ તઆલા નો આદેશ અથવા નબી ﷺ નું ફરમાન જ કાફી છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59