ઈસ્લામી આર્ટિકલ્સ
સવાલ :
કુર્આન માં છે કે અલ્લાહ તઆલા એ દરેક વસ્તુઓ ની જોડીઓ બનાવી છે, અને સાથે તલાકનો પણ વિકલ્પ મુક્યો છે. તો આવો વિરોધાભાસ કેમ..?
જવાબ :
જોડીનો મતલબ પતિ - પત્ની નહીં, બલ્કે સ્ત્રી પુરુષ થાય છે. એટલે કે અલ્લાહ તઆલા એ દરેક વસ્તુનો વિરોધાભાસ (પુલ્લિંગ અને સ્ત્રીલીંગ) બનાવ્યો છે.
જ્યાં સુધી વાત છે તલાક ની તો તે પતિ અને પત્ની દરમિયાન થયેલ કરાર ને સમાપ્ત કરવાનું નામ છે, જેનો જોડીઓ બનાવવાની વાતથી કોઈ સંબંધ નથી. કેમ કે તલાક આપવાથી સ્ત્રીનું સ્ત્રીપણું ખતમ નથી થતું, બલ્કે માત્ર તેનું પત્ની હોવું ખતમ થાય છે. એવી જ રીતે પુરુષનું પુરુષ હોવું ખતમ નથી થતું, બલ્કે તેનું માત્ર પતિ હોવું ખતમ થાય છે.
તે માટે પતિ - પત્ની ભલે એક જોડીના રૂપમાં હોય છે. પરંતુ કુર્આનમાં જે પ્રકારની જોડીનું વર્ણન કરવામાં આવ્યું છે તેનાથી મુરાદ સ્ત્રી અને પુરુષ છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59