સ્કૂલો તથા કૉલેજોમાં મનુષ્યની સ્થાપના વિષે ચાર્લ્સ ડાર્વિને ઉત્ક્રાંતિ ના નામે આપેલી વિચારધારા ભણાવવામાં આવતી હોય છે કે મનુષ્ય પહેલા વાંદરો હતો સમય સાથે પરિવર્તન થતાં તે મનુષ્યમાં પરિવર્તિત થઈ ગયો. તો આ વિષયમાં એક મુસ્લિમ બાળકે શું અકીદો રાખવો જોઈએ તે જાણવું ઘણું જરૂરી છે.
શુદ્ધિકરણ :-
આ વિષે સૌપ્રથમ ઈસ્લામી તાલીમ જાણવી ખૂબ જ જરૂરી છે કે કુર્આન અને હદીષમાં આ વિષે સ્પષ્ટ વર્ણન છે કે મનુષ્યને માટીથી બનાવવામાં આવ્યો છે. અને સૌપ્રથમ આદમ (અલ.) ને મનુષ્યના રૂપમાં બનાવવામાં આવ્યા હતા.
આ સિવાય જે ડાર્વિનની વિચારધારા ભણાવવામાં આવે છે તે કુર્આન અને હદીષની તાલીમના વિરુદ્ધ હોવાને લીધે તેનો અકીદો રાખવો એટલે કે તેને સાચું માનવું જાઈઝ નથી. જો કોઈ વ્યક્તિ ડાર્વિને આપેલી વિચારધારા ને સાચી માને છે તો તે ઈસ્લામથી નિકળી જાય છે.
તે માટે સ્કૂલ તથા કૉલેજોમાં નૉલેજ પૂરતું ભણવામાં વાંધો તો નથી. પરંતુ તેને સાચું માનવામાં ન આવે.
[વાલીઓ તથા મુસ્લિમ શિક્ષકોએ જોઈએ કે આ વસ્તુ પોતાના બાળકો તથા મુસ્લિમ વિદ્યાર્થીઓ ને સમજાવે.]
--------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59