હદીષ બાબત પોસ્ટ હવાલા સાથે હોવા છતાં પુષ્ટિ કરી લેવી જોઈએ

Ml Fayyaz Patel
0
   આજના સોશિયલ મીડિયા યુગમાં ઘણી હદીષો પરિભ્રમણ કરતી જોવા મળે છે. આવા સમયે હદીષ સંબંધિત પોસ્ટ હવાલા સાથે હોય તો પણ સાવચેતીપૂર્વક તેની પુષ્ટિ કરાવી લેવી જોઈએ. જેના અમુક કારણો છે.
૧)​➤ અમુક સમય અમુક લોકો જુઠો હવાલો લખી દે છે.
૨)​➤ પ્રાચ્યવાદીઓ (Orientalist, مستشرقین) નું ઈસ્લામની ગલત તાલીમ ફેલાવવા ના ઈરાદા હેઠળ મનઘડત જુઠા હવાલા સાથે હદીષો ઉમ્મતમાં ફરતી કરવાનું કાયદાકીય કાવતરું રહ્યું છે.
૩)​➤ બુખારી અને મુસ્લિમ ની હદીષો સિવાય અન્ય કોઈ પણ કિતાબનો ભલે હવાલો આપ્યો હોય છે. પરંતુ તે કાફી અને પૂરતો નથી. કેમ કે તે હદીષ સ્વીકૃત (સહીહ) પણ હોવી જરૂરી છે. ઘણી હદીષો હદીષની કિતાબોમાં હોય છે પરંતુ તે બેબુનિયાદ અથવા મનઘડત પણ હોય છે.
૪)​➤ અમુક સમયે હવાલો સહીહ હોય છે, પરંતુ તેનું અનુવાદ ગલત કરવાથી તેની મુરાદ અને મફહૂમ આખો બદલાઈ જતો હોય છે. ઉદાહરણ તરીકે 👇 આ પોસ્ટ વાંચી શકો છો. જેમાં આ જ રીતે થયું હતું. પડદા વગરની સ્ત્રીની નમાઝ કબૂલ ન થવા વિષે એક હદીષ પ્રત્યે ગેરસમજ
   ઉપરોક્ત વર્ણવેલ કારણોસર હવાલો હોવા છતાંય આ વિષયના કોઈ માહેર આલીમ પાસે સાવચેતીપૂર્વક તેની પુષ્ટિ કરી લેવામાં આવે.

Post a Comment

0Comments

Post a Comment (0)