દસ્તરખાન પરથી પડેલો કોળીયો ઉઠાવવાની ફઝીલત વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે દસ્તરખાન પરથી પડેલો કોળીયો ઉઠાવી ખાવાથી અવલાદમાં ખૂબસૂરતી, રોજીમાં બરકત અને અહંકાર ને ખતમ કરે છે.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વર્ણવેલ વાત હદીષની કોઈ પણ કિતાબમાં વર્ણવેલ મળતી નથી. તેથી તેને હુઝૂર ﷺ તરફ નિસ્બત કરીને બયાન કરવી જાઈઝ નથી. અલબત્ત સહીહ હદીષમાં પડેલો કોળીયો ઉઠાવી ખાવાની જે ફઝિલત આવી છે તે આ પ્રમાણે છે :
        હુઝૂર ﷺ ફરમાવે છે કે જો તમારા પૈકી કોઈનો કોળીયો પડી જાય તો તેને સાફ કરીને ખાઈ લેવો. તેને શયતાન માટે ન છોડવો. અને વાસણને આંગળીઓ વડે ચાટી લેવું. તમને નથી ખબર કે ખાવાના ક્યા ભાગમાં બરકત હોય છે. [મુસ્લિમ શરીફ : ૨૦૩૪]
   આ સહીહ હદીષથી કોળીયો ઉઠાવી ખાવામાં માત્ર બરકતનું હોવું ખબર પડે છે. જ્યારે કે અવલાદ નું ખુબસુરત તથા અહંકાર ના ખતમ હોવાનો કોઈ જ ઉલ્લેખ નથી.
   તેથી ઉપરોક્ત પ્રચલિત વાતને બદલે આ વિષે જે સહીહ હદીષ છે તેને બયાન કરવી જોઈએ. અને હુઝૂર ﷺ તરફ જૂઠી વાતો ઘડીને બયાન કરવાથી બચવું જોઈએ.
[ઑનલાઇન ફતાવા બિન્નોરિયા]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)