લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે તાવીજ વગેરે થી ઈલાજ કરવો આ એક દીની અને ઈબાદત વારું કામ છે, તેમાં ષ઼વાબ પણ મળે છે, બલ્કે અમુક લોકો તો તેનું નામ જ " રૂહાની ઈલાજ " રાખે છે.
શુદ્ધિકરણ :-
ઉપરોક્ત લોકોમાં તાવીજ દ્વારા ઈલાજ કરવામાં જે વિચારધારા છે તે બિલકુલ બેબુનિયાદ અને ખોટી છે, આ રીતની વિચારધારા સહીહ અને દુરુસ્ત નથી.
કેમ કે કુર્આન મજીદની ની આયાત અલ્લાહ તઆલા ના નામ વગેરેને દુન્યવી જરૂરતો માટે ઉપયોગ કરવું જાઈઝ તો છે પરંતુ દીની, ઈબાદત કે ષવાબને પાત્ર નથી. આ ઈલાજ પણ દવા ની જેમ જ છે કે જાઈઝ જરૂર છે પરંતુ ઈબાદત નથી. ઈબાદત અને ષ઼વાબને પાત્ર ત્યારે કહેવાય જ્યારે તેને માત્ર અને માત્ર અલ્લાહ માટે જ પઢવામાં આવે, જ્યારે કે ઈલાજ માટે પઢવું આ આપણી દુન્યવી જરૂરત છે ન કે અલ્લાહ માટે.
એવી જ રીતે તેને રૂહાની ઈલાજ નામ આપવું પણ દુરુસ્ત નથી, કેમ કે તાવીજ વગેરે દ્વારા બદનનો ઈલાજ કરવામાં આવે છે ન કે રૂહનો, બલ્કે રૂહનો ઈલાજ તો અખલાક વગેરેને દુરુસ્ત કરવું છે.
તે માટે તાવીજ વગેરે થી ઈલાજ કરવાને દીની, તેમજ ઈબાદત અને ષવાબને પાત્ર કામ સમજવું સહીહ અને દુરુસ્ત નથી.
નોંધ :- તાવીજ દ્વારા ઈલાજ કરવામાં શર્તો શું છે..? તે માટે નિમ્ન લિંક પર જઈ જાણી શકો છો.
[ઈસલામ ઔર દૌરે હાજીર કે શુબહાત : ૨૩૪]
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59