શું સખત ગરમી દોજખના શ્વાસ લેવાને લીધે હોય છે..?

Ml Fayyaz Patel
0
   હદીષમાં આવે છે કે ગરમી અને ઠંડીના પ્રમાણમાં વધારો ઘટાડો જહન્નમના શ્વાસ બહાર કાઢવાને અને અંદર લેવાને લીધે હોય છે. [બુખારી : ૩૨૬૦] જ્યારે કે પ્રચલિત છે કે સૂર્ય પૃથ્વીની નજદીક થવાને લીધે ગરમીનું પ્રમાણ વધે છે.
શુદ્ધિકરણ :-
   સૌપ્રથમ આ વાત સમજી લેવામાં આવે કે બે વિવિધ કારણો એક જ વસ્તુમાં એકઠા થઈ શકે છે. એટલે કે જરૂરી નથી કે સાયન્સ જે કારણ બતાવે છે, તે જ એકમાત્ર કારણ હોય, તેના સિવાય અન્ય કોઈ કારણ હોય જ ન શકે. બલ્કે સાયન્સ જે કારણ બતાવે છે તે અને ઈસ્લામ જે કારણ બતાવે છે તે બન્ને ગરમીની તિવ્રતાનું એકઠા કારણ હોય એવું પણ બની છે.
   જેની વિગત આ છે કે કુર્આન અને હદીષના સંદર્ભોથી ખબર પડે છે કે દોજખ જમીનની નીચે છે. જ્યારે કે બીજી તરફ ભૂસ્તરશાસ્ત્રીઓ ના મતાનુસાર થોડા અંતરે પૃથ્વીની અંદર એટલી ગરમી છે કે ત્યાંના તમામ તત્વો પાણીની જેમ ઓગળી જાય છે. જો લોખંડ ત્યાં પહોંચે તો તે તરત જ ઓગળીને પાણી બની જાય. તો આ વસ્તુ શક્ય છે કે દોજખ શ્વાસ બહાર કાઢે છે તો તેની વરાળ ઉપર આવવાથી પૃથ્વીની ઉપર રહેનારા લોકોને ગરમી લાગે છે. અને જ્યારે દોજખ શ્વાસ અંદર લે છે તો પૃથ્વીની ઠંડક બાકી રહેવાથી ઠંડી અનુભવાય છે. અને ખૂબ જ શક્ય છે કે દોજખના આ શ્વાસ ઉત્તર અને દક્ષિણ તરફ સૂર્યના ઝુકાવનું કારણ પણ બનતા હોય.
   સારાંશ કે ગરમીની તિવ્રતાનું જે જાહેરી કારણ હતું તેને સાયન્સે સ્પષ્ટ કર્યું, અને જે છુપું કારણ હતું તેને અલ્લાહ તઆલા એ સ્પષ્ટ કર્યું. તેથી એવું સમજવું કે દોજખના શ્વાસને લીધે ગરમીની તિવ્રતા સાયન્સ અને અક્કલના વિરુદ્ધ છે સહીહ નથી.
   તદુપરાંત પહાડો ઊંચાઈને કારણે સૂર્યની નજીક હોવા છતાં ત્યાં ઠંડીનું પ્રમાણ હોવું, અવકાશ અને પૃથ્વીના તાપમાન વચ્ચેનો તફાવત વગેરે, આ પ્રકારના વૈજ્ઞાનિક અને અવલોકનાત્મક તથ્યો સ્પષ્ટ કરે છે કે ઠંડી કે ગરમીનું કારણ માત્ર સૂર્યનું નજદીક હોવું નથી, બલ્કે પૃથ્વીના પોતાના તાપમાનની પણ હવામાનના તાપમાન પર અસર પડે છે. અને તે પૃથ્વીનું તાપમાન દોજખના લીધે હોય છે. જેની વિગત આપણે ઉપર જોઈ ચૂક્યા છીએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)