હઝરત જીબ્રઈલ નું દુરૂદ પઢવાની રહમતો ન ગણી શકવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ પ્રચલિત થતી નજર આવે છે કે “ હઝરત જીબ્રઈલ ફરમાવે છે કે અલ્લાહ તઆલા એ મને એટલી અક્કલ અને જ્ઞાન આપ્યું છે કે જો આખી દુનિયામાં એક સાથે વરસાદ પડે તો હું તે વરસાદ ના દરેક ટીપાં ગણી શકું છું, આસમાન માં જેટલા તારા છે તેને પણ ગણી શકું છું, સમંદર નું પાણીના ટીપે ટીપાં પણ ગણી શકું છું, દુનિયામાં મોજૂદ દરેક ઝાડના પાંદડા થી લઈ છોડ સુધી ની ગણતરી કરી શકું છું, અહીં સુધી કે દુનિયામાં જેટલી રેતી છે તે બધાના કણ પણ ગણી શકું છું. પરંતુ જે વ્યક્તિ જુમ્માની રાત્રે નબી ﷺ પર દુરૂદ મોકલે છે જેના લીધે આસમાન થી જે રહમતો અને બરકતો ઉતરે છે તેને નથી ગણી શકતો.”
શુદ્ધિકરણ :-
   નિ:શંક રસુલુલ્લાહ ﷺ પર દુરૂદ મોકલવાની હદીષોમાં ઘણી ફઝિલતો વર્ણવામાં આવી છે તેમજ તેને રહમત અને બરકત ને પાત્ર પણ બતાવવામાં આવ્યું છે. ખાસ કરીને જુમ્મા ની રાત્રે અથવા દિવસે પઢવામાં આવે તો આ રહમત અને બરકત માં વધારો પણ થઈ જાય છે.
   પરંતુ હઝરત જીબ્રઈલ ને સંબંધિત ઉપરોક્ત વાત ઘણી તલાશ બાદ પણ કોઈ કિતાબમાં વર્ણવેલ મળતી નથી. અમુક લોકો આને અબૂ દાઉદ નામી કિતાબના પૂરાવા સાથે પણ બયાન કરતા જોવા મળે છે પરંતુ ત્યાં પણ આ હદીષ વર્ણવેલ મળતી નથી. અને આ પ્રકારની વાતો જ્યાં સુધી કોઈ ભરોસાપાત્ર સનદ સાથે વર્ણવેલ ન મળે ત્યાં સુધી તેને બયાન કરવું નહીં.
   તે માટે ઉપરોક્ત વર્ણવેલ વાતને બયાન કરવી તથા હદીષ સમજવી દુરુસ્ત નથી.
[ઑનલાઈન ફતાવા જામિયા બિન્નોરિયા]
---------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)