શું ઈમામ ગઝાલીؒ એ એવો કોઈ ફતવો આપ્યો હતો જેના લીધે મુસલમાનો પ્રગતિ ન કરી શક્યા..?

Ml Fayyaz Patel
0
   ઘણાં લોકો ગેર મુસ્લિમ તથા નાસ્તિક લેખકોની પુસ્તકો વાંચી એવું સમજે છે કે ઈમામ ગઝાલી રહ. એ “ તહાફતુ'લ્ ફલાસફા ” [ફિલસૂફીની અસંગતતા] નામી કિતાબ (ફતવો) લખી મુસલમાનો ને વિજ્ઞાન અને વિજ્ઞાનની પ્રગતિથી દૂર કર્યા. એટલે કે તેઓ વિજ્ઞાનના વિરુદ્ધ હતા.
શુદ્ધિકરણ :-
   વાસ્તવિકતા આ છે કે આ કિતાબમાં તે લોકોનું રદ્દીકરણ કરવામાં આવ્યું છે જેઓ ઈસ્લામને વિજ્ઞાનના સિદ્ધાંતો દ્વારા ઉકેલ લાવવાના ચક્કરમાં કેટલીય ઈસ્લામી વિચારધારાઓ ના ઈનકાર સુધી પહોંચી ગયા હતા. તેમજ આ કિતાબમાં સમજાવવામાં આવ્યું છે કે વિજ્ઞાન અને ઈસ્લામ બન્નેનું ક્ષેત્ર અલગ અલગ છે. એટલે કે ઈમામ ગઝાલી રહ. વિજ્ઞાનના વિરુદ્ધ ન હતા, બલ્કે ઈસ્લામ અને વિજ્ઞાનના દરમિયાન જબરજસ્તી જે સુમેળ (સુસંગતતા) પેદા કરવામાં આવતી હતી તેના વિરુદ્ધ હતા.
   જ્યાં સુધી વાત છે યુનાની ફિલસૂફીની કે જેનાથી લોકો ઘણા પ્રભાવિત નજર આવે છે તેમજ તેના રદ્દીકરણ ને લીધે ઈમામ ગઝાલીની આલોચના કરવામાં આવે છે કે તેમણે તેનું રદ્દીકરણ કરી મુસલમાનો ને પ્રગતિથી દૂર રાખ્યા છે. તો તેઓને એક સવાલ આ છે કે શું તેમણે યુનાની ફિલસૂફીનું અધ્યયન કર્યું છે..? જો કર્યું હોત તો કદી આ રદ્દીકરણ ની નિંદા ન કરતા.
   કેમ કે યુનાની ફિલસૂફી ખુદા, આખિરત વગેરે જેવા બુનિયાદી અકાઈદના ઈનકાર પર આધારિત હતી. તો આ હિસાબે ઈમામ ગઝાલીની આલોચના કરવી અને કહેવું કે તેમણે મુસલમાનો ને આનાથી દૂર કરી પ્રગતિથી રોક્યા છે આ વાત કહેવા સમાન છે કે જાણે આજે કોઈ વ્યક્તિ કહે કે “ મુસલમાનો એ પ્રગતિ એટલા માટે નથી કરી કે તેમણે દારૂના હરામ હોવાનો ફતવો આપ્યો છે ” એવી જ રીતે કોઈ કહે કે “ મુસલમાનો એ પ્રગતિ એટલા માટે ન કરી કે ઉલમાએ વ્યાજના હરામ હોવાનો ફતવો આપ્યો છે. ” ભલા આ પ્રગતિ પણ કોઈ પ્રગતિ કહેવાય કે જેમાં માણસ દુનિયામાં તો પ્રગતિના પગથિયાં ચઢી જાય પરંતુ દીનની પ્રગતિ (ઈમાનના) પગથિયાં ઉતરી જાય.
   સારાંશ કે ઈમામ ગઝાલીએ વિજ્ઞાનથી રોક્યા નથી, બલ્કે તેના દરેક જગ્યાએ દુરૂપયોગ થી રોક્યા હતા. તેમજ મુસલમાનો એ જોઈએ કે મુસ્લિમ ઈતિહાસકારો એ લખેલ ઈતિહાસ વાંચે જેથી સહીહ માહિતી મળે. નહીંતર બિન મુસ્લિમ ઈતિહાસકારો એ તો ઈતિહાસમાં પાયાવિહોણી વાતો લખી માત્ર મુસલમાનો ને ઈસ્લામ અને તેની સાચી માહિતીથી દૂર રાખવાની જ કોશિશ કરી છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)