ગારે ષૌરમાં હઝરત અબૂબક્રؓ ને સાપના કરડવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ કીસ્સો પણ ખૂબ પ્રચલિત છે કે હિજરત દરમિયાન જ્યારે રસુલુલ્લાહ ﷺ અને હઝરત અબૂબક્રؓ ષૌર નામી ગુફામાં પનાહ લીધી ત્યારે હઝરત અબૂબક્રؓ એ જોયું કે ઘણા બધા સાપના ઘર છે તો તેમણે સૌપ્રથમ બધા ઘર કપડાં વડે બંધ કરી દીધા, છેલ્લે એક બાકી રહેવા પર તેમણે પોતાનો પગ મુકી દીધો. ટૂંકમાં છેવટે તે સાપે હઝરત અબૂબક્રؓ ને દંખ મારતા તેમના આંસુ નિકળતા રસુલુલ્લાહ ﷺ ને ખબર પડી તો રસુલુલ્લાહ ﷺ એ પોતાનું થૂંક મુબારક લગાવતા તે સાજા થઈ ગયા.
શુદ્ધિકરણ :-
   બેશક ઉપરોક્ત કીસ્સો તો સહીહ છે અને આ વાત પણ સહીહ છે કે હઝરત અબૂબક્રؓ એ પોતાના પગ દ્વારા સાપનું એક ઘર બંધ કર્યું હતું, પરંતુ સાપનું હઝરત અબૂબક્ર ને કરડવું સહીહ સનદથી સાબિત નથી. ઉપરોક્ત કીસ્સો ઈમામ બયહકીએ દલાઈલુ'ન્ નુબુવ્વત નામી કિતાબમાં સનદ સાથે વર્ણવ્યો છે પરંતુ તે સનદ ભરોસાપાત્ર નથી, તે માટે ઉલમાના મતે સાપનું કરડવા વાળી વાત સહીહ નથી.
   તે માટે સાપને કરડવા વાળી વાત બયાન કરવી સહીહ નથી, તેમજ તેની આગળ પછી એવી વાત બયાન કરવી કે તે સાપ તો કોઈ નબીના યુગનો હતો, રસુલુલ્લાહ ને જોવાની ઈચ્છા ને લીધે તેને સાપ બનાવવામાં આવ્યો હતો વગેરે વગેરે પણ બયાન કરવું સહીહ નથી.
[ગેર મોઅ્તબર રિવાયાત કા ફન્ની જાઈઝા : ૪ / ૨૧૦, ઈલ્મી વ'તહકીકી રસાઈલ : ૭ / ૫૬૫]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)