લોકોમાં આ વાત ખૂબ જ પ્રચલિત છે કે ઉલમા અવામને કુર્આનનું ભાષાંતર પઢવાની મનાઈ કરે છે. અને કહે છે કે જો અવામ કુર્આનનું ભાષાંતર પઢશે તો તે ગુમરાહ થઈ જશે.
શુદ્ધિકરણ :-
આ વાત જૂઠી છે કે જો અવામ કુર્આન અનુવાદ અને તફસીર સાથે પઢશે તો ગુમરાહ થઈ જશે. અને આ વસ્તુની નિસ્બત ઉલમા તરફ કરવામાં આવે છે કે તેઓ આવું કહે છે, આ પણ જૂઠ છે. જો અવામ ગુમરાહ જ થતી હોત તો ઉલમા હિંદી ગુજરાતી માં આટલી બધી તફસીરો કેમ લખતા..?
દરઅસલ આ ગલતફહમી નું કારણ આ છે કે હદીષમાં રસુલુલ્લાહ ﷺ એ આ રીતે ફરમાવ્યું છે કે “ જે કોઈ વ્યક્તિ કુર્આનમાં ઈલ્મ (જ્ઞાન) વગર પોતાના તરફથી કોઈ મતલબ કાઢશે અને તે સહીહ પણ હશે તો પણ તેણે ગલતી કરી કહેવાશે.” [અબૂ દાઉદ : ૩૬૫૨] એવી જ રીતે બીજી એક હદીષમાં છે કે “ જે કોઈ ઈલ્મ વગર પોતાના તરફથી કોઈ મતલબ કાઢે તો તેણે જોઈએ કે તે પોતાનું ઠેકાણું દોજખમાં બનાવી લે.” [તીરમીઝી : ૨૯૫૦]
આ હદીષનો મતલબ બયાન કરતા ઉલમાએ લખ્યું છે કે જેઓ આલીમ નથી એટલે કે જેમને અરબી ભાષા તથા કુર્આન સમજવાને સંબંધિત અન્ય વિષય (subject) જેમ કે અરબી વ્યાકરણ, અરબી સાહિત્ય, અરબી વક્તૃત્વ, અરબી અર્થપૂર્ણ, અરબી રેટરિક વગેરે ન આવડતું હોય અથવા શીખ્યા ન હોય તો તેઓએ જોઈએ કે તેઓ આલીમોના લખેલ અનુવાદ તથા તફસીરનું વાંચન કરી કુર્આન સમજે. પરંતુ ડિક્શનરી તથા ગૂગલ ટ્રાન્સલેશન દ્વારા અનુવાદ કરી પોતાના દિમાગથી વિચારી કોઈ મતલબ ન કાઢે. કેમ કે આની હદીષમાં મનાઈ કરવામાં આવી છે.
સારાંશ કે બે વસ્તુ અલગ અલગ છે.
(૧) ઉલમાએ લખેલ અનુવાદ તથા તફસીરનું વાંચન કરી કુર્આન સમજવું.
(૨) પૂરતું જ્ઞાન ન હોવા છતાંય ડિક્શનરી તથા ગૂગલ ટ્રાન્સલેશન થી કુર્આનમાં પોતાના તરફથી કોઈ મતલબ કાઢી કુર્આન સમજવું.
આ જે કહેવામાં આવે છે અવામ જાતે અનુવાદ અને તફસીર પઢશે તો ગુમરાહ થઈ જશે તે આ બીજા નંબર પ્રત્યે કહેવામાં આવે છે. અને તે પણ હદીષમાં મનાઈ કરવામાં આવી છે એટલે. બાકી પહેલા નંબરના સંદર્ભમાં કોઈ વાંધો નથી. કેમ કે કુર્આન અલ્લાહ તઆલા નું કલામ છે જેટલો હક્ક તેને સમજવાનો આલીમને છે એટલો જ હક્ક અવામ નો પણ છે. બલ્કે દરેક વ્યક્તિએ જીંદગીમાં એક વાર કુર્આન જરૂર સમજીને પઢવું જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59
Recommend any book to understand quraan
ReplyDelete