વુઝૂ કરતા પહેલા કલીમ-એ તય્યિબા પઢવાની તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિ વુઝૂ પહેલા પહેલો કલીમો પઢશે તો અલ્લાહ તઆલા તે વુઝૂ ના દરેક ટીપાં પર એક ફરીશ્તો ઊભો કરશે જે કયામત સુધી કલીમ-એ તય્યિબા પઢતો રહેશે જેનો ષવાબ પઢનાર અને આ ફઝિલત બીજાને બતાવનાર વ્યક્તિને મળતો રહેશે.
શુદ્ધિકરણ :-
   કિતાબોમાં ઘણી શોધખોળ કર્યા બાદ પણ ઉપરોક્ત વર્ણવેલ વાતનો કોઈ જગ્યાએ ઉલ્લેખ મળતો નથી.
   અને હદીષના નામે કોઈ વાત ત્યારે જ બયાન કરી શકાય છે જ્યારે તે કિતાબોમાં સહીહ સનદ સાથે વર્ણવામાં આવી હોય. નહીંતર તેના પર ઘણી સખત સજા બતાવવામાં આવી છે.
☜ عَنْ أَبِي هُرَيْرَةَؓ عَنِ النَّبِيِّ ﷺ مَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ. [બુખારી શરીફ : ૧૧૦]
✰ અનુવાદ :- રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે વ્યક્તિએ જાણી જોઈને મારી તરફ કોઈ જુઠી વાત સંબોધીને બયાન કરી તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમમાં બનાવી લે.
   તેથી ઉપરોક્ત વાતને હદીષના નામે બયાન કરવી તથા ફેલાવવી જાઈઝ નથી.
[ઈસ્લાહે અગ્લાત : ૪૩૯ & જામિયા બિન્નોરિયા]
-------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)