રાતના સમયે ફળ, ફુલ અને પાંદડા તોડવા વિષે

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે રાતના સમયે ઝાડ તેમજ છોડવા પરથી ફળ, ફુલ તેમજ શાકભાજી તોડવી દુરુસ્ત નથી, કેમ કે ઝાડ વગેરે પર જીન્નાત વગેરે સૂતાં હોય છે, તેમજ રાતના સમયે તોડવાથી તે ઝાડ કે છોડવો સુકાય જાય છે, તોડવું જ હોય તો દિવસે તોડવું જોઈએ.
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત પ્રચલિત વાત બિલકુલ બેબુનિયાદ અને અંધશ્રદ્ધા ને પાત્ર છે. જરૂરત પડતાં રાતના સમયે પણ તોડવું દુરુસ્ત અને સહીહ છે.
   દા.ઉ. દેવબંદના ઑનલાઇન ફતાવામાં એક આવા જ સવાલનો જવાબ આપતા લખ્યું છે કે " લોકોનું આમ કહેવું કે રાતના સમયે પાંદડા, ફળ, ફુલ વગેરે તોડવું સહીહ નથી, કેમ કે તેના પર જીન્નાત સૂતા હોય હોય છે, આ ગલત વાત છે, શરીયતમાં આ વસ્તુનો કોઈ સબૂત નથી." (ફતાવા ક્રમાંક : ૧૭૫૨૬૬)
أَنَّ الْأَصْلَ فِي الْأَشْيَاءِ الْإِبَاحَةُ ..... الْمُبَاحُ غَيْرُ مَطْلُوبِ الْفِعْلِ وَأَنَّمَا هُوَ مُخَيَّرٌ فِيهِ۔ (شامی : ١/١٠٥)
   તે માટે બેબુનિયાદ તેમજ અંધશ્રદ્ધાઓ થી પોતાના અકાઈદ પાક સાફ રાખવા જોઈએ.
---------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)