જૂઠું બોલવાનું છોડવા પર તમામ ગુન્હા છૂટી જવા વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   લોકોમાં હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે એક વ્યક્તિ હુઝૂર ﷺ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે હું ઈમાન લાવવા ઈચ્છું છું. પરંતુ હું ઘણા ગુન્હાઓ માં સપડાયેલો છું જે પૈકી હું એક જ ગુન્હો છોડી શકું છું.
   હુઝૂર ﷺ એ ફરમાવ્યું કે જૂઠું બોલવાનું છોડી દ્યો. તે વ્યક્તિએ રાજી થઈ ઈસ્લામ અંગીકાર કરી લીધો અને જૂઠું બોલવાનું છોડી દીધું. ત્યારબાદ આ એક ગુન્હો છોડવાની બરકતથી તે વ્યક્તિએ તમામ ગુનાહો છોડી દીધા.
શુદ્ધિકરણ :-
   બેશક જૂઠું બોલવું ગુનાહે કબીરા (મહાપાપ) છે. પરંતુ ઉપરોક્ત વર્ણવેલ વાતની હદીષની કિતાબોમાં કોઈ સબૂત અને પુષ્ટિ મળતી નથી.
   અને દરેક તે વાત જેની નિસ્બત હુઝૂર ﷺ તરફ કરવામાં આવી હોય જ્યાં સુધી તેની સહીહ સનદ (સબૂત અને પુષ્ટિ) ન મળે ત્યાં સુધી તેને બયાન કરવી જાઈઝ નથી.
   આથી ઉપરોક્ત વાત બયાન કરવા બાબત તથા શેયર કરવા બાબત સાવચેતી અપનાવવી જરૂરી છે.
[ઈસ્લાહે અગ્લાત : સિલસિલા નંબર ૧૭૪૬]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)