ફિલ્મો અને સિરિયલો દ્વારા મુસલમાનો માં પ્રસરેલ પશ્ચિમી સંસ્કૃતિ થી પ્રભાવિત થઈ ઘણાં મુસ્લિમ યુવાનો અને યુવતીઓ એ આ તરીકો અપનાવ્યો છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉપકાર કરે છે તો તેના જવાબમાં દોસ્તી માં નૉ થેંક્સ, નૉ સૉરી કહેવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
યાદ રહે કે ઈસ્લામી તાલીમ અનુસાર કોઈ વ્યક્તિ ઉપકાર કરે છે તો તેનો આભાર વ્યક્ત કરવો જોઈએ. એવી જ રીતે કોઈ ભૂલચૂક થાય તો તેની માફીની પણ તાલીમ આપવામાં આવી છે.
قَالَ النَّبِيُّ ﷺ : مَنْ لَا يَشْكُرُ النَّاسَ لَا يَشْكُرُ اللَّهَ.
[તીરમીઝી શરીફ : ૧૯૫૪]
અનુવાદ :- હુઝૂર ﷺ ફરમાવે છે જે વ્યક્તિ લોકોનો આભાર નથી માનતો, તે વ્યક્તિ અલ્લાહ તઆલા નો પણ આભાર નથી માનતો.
આ સિવાય ઘણી હદીષોમાં આભાર વ્યક્ત કરવાનો બેસુમાર ષવાબ અને ફઝિલતો બતાવવામાં આવી છે. તેથી ઉપકારનો મૌખિક જવાબ “ જઝાકલ્લાહુ ખયરૌ ” કહેવાની આદત પાડવી જોઈએ. એવી જ રીતે કુર્આન અને હદીષમાં ગલતી પર માફી માંગવાની પણ ખૂબ ફઝિલત બયાન કરવાની સાથે પ્રોત્સાહન પણ આપવામાં આવ્યું છે.
તેથી દરેક મુસ્લિમે પશ્ચિમી સંસ્કૃતિના રીત રિવાજો છોડી ઈસ્લામી તરીકાને પોતાની જીંદગીનો હિસ્સો બનાવવો જોઈએ, તેમાં દરેક માટે કામયાબી છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59