ઝમઝમ નું પાણી ઊભા થઈને પીવા વિષે

Ml Fayyaz Patel
0
   લોકોમાં આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે ઝમઝમ નું પાણી ઊભા થઈ કિબ્લા તરફ મોઢું કરીને પીવું જરૂરી છે.
શુદ્ધિકરણ :-
   શરઈ દ્રષ્ટિએ ઝમ ઝમનું પાણી ઊભા રહીને કિબ્લા તરફ મોઢું રાખી પીવું જરૂરી નથી, બલ્કે મુસ્તહબ છે, જરૂરી સમજવું લોકોમાં આ એક ગલત સમજણ છે.
   અને આ મુસ્તહબ હોવું પણ હદીષમાં ઉલ્લેખ હોવાને લીધે છે. [બુખારી : ૧૬૩૭] અને મુસ્તહબ નો મતલબ આ થાય છે કે આ રીતે પીવામાં આવે તો ષવાબ, બાકી કોઈ ગુન્હો નહીં.
❍ ઊભા થઈને પીવાની હિકમત :-
   મુલ્લા અલી કારી રહ. લખે છે કે ઝમઝમ નું પાણી ઊભા રહીને પીવા પાછળ હિકમત આ છે કે આ પાણીથી બે વાતો ઈચ્છનીય છે એક કે તેને વધુ પ્રમાણમાં પીવામાં આવે અને બીજું કે તે પાણીની બરકત દરેક અંગ સુધી પહોંચે.
   અને ઊભા રહીને પાણી પીવામાં આ બન્ને લક્ષ્યો સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. [મિરકાત : ૭ / ૨૭૪૭]
   તે માટે ઊભા થઈને પાણી પીવાને જરૂરી સમજવું સહીહ નથી.
[ઑનલાઈન ફતાવા દા.ઉ. બિન્નોરી ટાઉન]
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)