મોબાઈલમાં કુર્આન શરીફ રાખવા વિષે

Ml Fayyaz Patel
0
   આજકાલ ઘણા લોકો કુર્આન શરીફને મોબાલમાં સેવ રાખવા બાબત મૂંઝવણો અનૂભવતા હોય છે તે માટે નિમ્ન તે વિષે માહિતી લખવામાં આવે છે.
શુદ્ધિકરણ :-
   મોબાઈલમાં કુર્આન શરીફ રાખવું દુરુસ્ત અને જાઈઝ છે, અને જ્યારે તે સ્ક્રીન પર જાહેર ન હોય ત્યારે તે મોબાઈલને ખીસ્સામાં મુકવું, તેમજ બંધ મોબાઈલને લઈ સંડાસ વગેરેમાં જવામાં વાંધો નથી.
   હાં ! જ્યારે કુર્આન શરીફ મોબાઈલની સ્ક્રીન પર જાહેર અને ખુલ્લુ હોય તો તે કુર્આનના હુકમમાં હોવાના કારણે તે સ્ક્રીનને વુઝૂ વગર સ્પર્શ કરવી તેમજ પકડવી જાઈઝ નથી, અને એવી પરિસ્થિતિમાં તેને સંડાસ વગેરેમાં પણ લઈ જવી દુરુસ્ત અને જાઈઝ નથી. કુર્આનમાં [સૂરએ વાકિઅહ્ આયત ૭૯ માં] અલ્લાહ તઆલા ફરમાવે છે :
لَا یَمَسُّهٗ اِلَّا الۡمُطَهَّرُوۡنَ۔
કુર્આનને પાકી વગર સ્પર્શ ન કરો.
   તે માટે જેઓ કુર્આન શરીફને મોબાલમાં સેવ રાખે છે તેઓએ આ બાબત ખૂબ ખ્યાલ રાખવો જોઈએ.
[ફતાવા દા.ઉ. ઝકરિયા : ૭ / ૭૨૦]
-----------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)