રસુલુલ્લાહ ﷺ નું હઝરત અબૂ બકરؓ ને કહેવું કે જે મારું કામ છે તે તમારૂ છે વિષે તહકીક

Ml Fayyaz Patel
0
   હદીષના નામે આ વાત પણ ખૂબ જ પ્રચલિત છે કે જ્યારે હઝરત અબૂ બકરؓ ઈમાન લાવ્યા ત્યારે રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે “ હે અબૂ બકર ! હવે તમારૂ પણ તે જ કામ છે જે મારુ કામ છે.” (એટલે કે કલિમાની દઅ્વત આપવાનું)
શુદ્ધિકરણ :-
   ઉપરોક્ત વાત હદીષની કિતાબોમાં ઘણી તલાશ કર્યા પછી પણ સનદ સાથે નથી મળતી, અને રસુલુલ્લાહ ﷺ તરફ સંબંધિત વાત જ્યાં સુધી સહીહ સનદ સાથે ન મળે ત્યાં સુધી તેને બયાન કરવાનું મૌકુફ રાખવું જોઈએ.
   કેમ કે રસુલુલ્લાહ ﷺ તરફ કોઈ વાત સંબોધીને ત્યારે જ બયાન કરી શકાય જ્યારે તે સહીહ સનદ સાથે હદીષની કિતાબોમાં મૌજુદ હોય.
➤ હદીષમાં આવે છે કે :
જે વ્યક્તિએ જાણી જોઈને મારી તરફ કોઈ જુઠી વાત સંબોધીને બયાન કરી તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમમાં બનાવી લે." (ઈબ્ને માજા શરીફ :- હ. નં. / ૩૩)
નોંધ :- બેશક હઝરત અબૂ બકરؓ એ દીનની ઘણી જ ખીદમત અને દઅ્વત આપવાનું કામ કર્યું છે, પરંતુ એનો મતલબ આ નથી કે તેઓ પ્રત્યે એવી વાતો સંબોધીને બયાન કરવામાં આવે જે સાબિત ન હોય.
   તે માટે ઉપરોક્ત વાતને બયાન તેમજ શેયર કરવામાં સાવધાની રાખવી જોઈએ.
[ગેર મોઅતબર રીવાયાત કા ફન્ની જાઈઝહ્ : ૨ / ૪૦૧]
----------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)