મુસીબત કેમ આવે છે..?

Ml Fayyaz Patel
0
   ઘણા લોકો એવા છે કે જ્યારે પણ તેઓ પર કોઈ મુસીબત આવે છે, ત્યારે તેઓ તરફથી આ વાક્ય વધુ પ્રમાણમાં સાંભળવામાં આવે છે કે “ ખબર નહીં મારા ક્યા કર્મોની સજા મને મળે છે, જ્યારે કે હું તો કોઈનું બૂરું પણ નથી ઈચ્છતો ”
   યાદ રાખજો..! મુસીબત માત્ર કર્મોના લીધે જ નથી આવતી, બલ્કે ઈસ્લામી ફિલસૂફી અનુસાર આપણને અહીં કસોટી માટે પેદા કરવામાં આવ્યા છે. અને કસોટી વગર મુસીબતે શક્ય જ નથી.
   તદુપરાંત મુસીબત કોઈક સમયે સજા રૂપે પણ હોય શકે છે, અથવા દરજ્જાની બુલંદી માટે પણ હોય શકે છે, અથવા આવનાર સમયમાં કોઈ અન્ય મોટા નુકસાનથી રક્ષણ આપવા માટે પણ હોય શકે છે. તથા કેટલાક સમયે આપણે આપણા કર્મને સહીહ સમજતા હોઈએ છીએ, જ્યારે કે વાસ્તવમાં તે ગલત હોય. અથવા કદી આપણે જેને મુસીબત સમજતા હોઈએ છીએ તે વાસ્તવમાં આપણી ભલાઈ માટે હોય છે. જેનો અનુભવ આવતા સમયમાં થાય છે. (બલ્કે આવો અનુભવ કેટલાય વખત દરેકને જ થતો રહે છે) સારાંશ કે અલ્લાહ તઆલા ની સંપૂર્ણ હિકમત આપણે જાણી શકતા નથી.
   તે માટે દરેક સમયે મુસીબતને માત્ર સજા જ ખયાલ કરવી ઈસ્લામી ફિલસૂફી અનુસાર દુરુસ્ત નથી. કેમ કે દુનિયામાં સૌથી વધારે તકલીફ નબીઓ ને પડી છે. અને નબીઓ તો ગુનાહોથી સંપૂર્ણ સુરક્ષિત હોય છે. બલ્કે આપણને જો આપણો કોઈ કર્મ ન દેખાય તો પછી તે સમયે કસોટી ખયાલ કરી લેવી, અથવા ઈસ્તિગ્ફાર અને તૌબા કરતું રહેવું આમાં ઘણી રાહત મળી જાય છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)