સવાલ :
અહીં દુનિયામાં કેટલાય જાલિમો આખી જીંદગી જુલ્મ કર્યા બાદ મૃત્યુ પામે છે તો પણ તેઓને કોઈ સજા નથી મળતી આવું કેમ..? તેમજ ઉલટાનું તેઓને દુનિયામાં ઉચ્ચ હોદ્દા મળે છે.
જવાબ :
આ વાત સારી રીતે યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વસ્તુનો બદલો તેમજ સજા માટેનો અસલ સમય આખિરત છે. બલ્કે આખિરતને બનાવવા નો હેતુ જ આ છે કે જેઓને દુનિયામાં ન્યાય નથી મળતો તેઓને આખિરત માં ન્યાય મળશે, અને જેઓને દુનિયામાં સજા નથી મળી તેઓને આખિરત માં સજા મળે.
બાકી દુન્યવી જીંદગી તો બસ એક ક્રિયાઓ તેમજ પ્રવૃત્તિઓ નું સ્થાન છે અને તે પણ એક માણસ માટે ૬૦ થી ૭૦ વર્ષ સુધી રહે છે, જ્યારે કે આખિરત હમેશા માટે છે, અને તેમાં મળતી સજા તથા ઈનામો પણ હમેશા માટે હશે.
સારાંશ કે અસલ સજા અને ઈનામનું ઘર આખિરત છે તો દુનિયામાં થતી ઉન્નતિ ને લઈ આ સવાલ ગલત છે કે તેઓને સજા કેમ નથી મળતી..? દરેક વસ્તુનો એક સમય હોય છે. અત્યાર ના સરમુખત્યાર તો કંઈ નથી, તમે ફિરઔન ની જ શું દશા થઈ તેનાથી પણ આ બોધ લઈ શકો છો.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59