રોજીમાં તંગી આવવા બાબત એક હદીષની તહકીક

Ml Fayyaz Patel
0
   ઘણા સમયથી સોશિયલ મીડિયા પર એક વાત હદીષના નામે ખોટા હવાલા સાથે ખૂબ પરિભ્રમણ કરતા જોવા મળે છે કે “ રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે જે ઘરના દરવાજા સગા સંબંધીઓ માટે બંધ થઈ જાય, તેમજ જે ઘરમાં રાત્રે મોડું સુવાનો અને સવારે મોડું ઉઠવાની આદત પડી જાય તો તે ઘરમાં રોજીની તંગી અને બે બરકતી ને કોઈ રોકી નથી શકતું.”
શુદ્ધિકરણ :-
   આ વાત સોશિયલ મીડિયા પર [સહીહ મુસ્લિમ : ૬૫૭૪] ના હવાલા સાથે સાથે ખૂબ જ શેયર કરવામાં આવે છે. જ્યારે કે વાસ્તવિક આ છે કે આ વાત ન તો સહીહ મુસ્લિમ નામી કિતાબમાં વર્ણવેલ મળે છે, અને ન અન્ય કોઈ હદીષની કિતાબમાં વર્ણવેલ મળે છે.
   ભલે વાત ગમે તેટલી સારી અને સાચી હોય પરંતુ નબી ﷺ ના નામે તેને ઘડવી બિલકુલ જાઈઝ નથી. હદીષમાં આ વિષે સખત ધમકી આપતા રસુલુલ્લાહ ﷺ ફરમાવે છે કે “ જે વ્યક્તિએ જાણી જોઈને મારી તરફ કોઈ જુઠી વાત સંબોધીને બયાન કરી તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમમાં બનાવી લે. ” [બુખારી શરીફ : ૧૧૦]
   તે માટે ઉપરોક્ત પ્રચલિત વાતને હદીષ કહી તથા રસુલુલ્લાહ ﷺ ના ફરમાન તરીકે બયાન કરવી જાઈઝ નથી.
-----------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)