તમે પહેલા કોણ છો... ભારતીય કે મુસલમાન..?

Ml Fayyaz Patel
0
   ઘણા ગેર મુસ્લિમ તરફથી આ સવાલ કરવામાં આવતો હોય છે કે તમે પહેલા કોણ છો... ભારતીય કે મુસલમાન..? તો આનો શું જવાબ આપવો જોઈએ..?
જવાબ :-
   કોઈ પણ સવાલનો જવાબ આપવા માટે તે સવાલને સમજવો ખૂબ જ જરૂરી હોય છે. અને આ પ્રકારના સવાલનો મતલબ આ હોય છે કે જો કોઈક સમયે ભારતીય અને મુસલમાન ના દરમિયાન સંઘર્ષ થાય તો તમે કોનો સાથ આપશો..?
   તો આનો જવાબ આ આપવામાં આવે કે જનાબ..! તમે ઈસ્લામ ને સમજ્યા જ નથી, એટલા માટે જ આવો મુર્ખતા પર આધારિત સવાલ પૂછી રહ્યા છો.
   જુઓ..! ઈસ્લામ શાંતિનો ધર્મ છે, અને શાંતિ નો પાઠ ભણાવે છે. મુસલમાનોનો ખુદા અલ્લાહ આખા જગતનો પાલનહાર છે, તેમનો પયગંબર મુહમ્મદ ﷺ સમગ્ર જગત માટે દયાવાન છે. ઈસ્લામ કોઈનો દુશ્મન નથી, ઈસ્લામ તો માત્ર અન્યાય અને અત્યાચાર નો દુશ્મન છે. અને મુસલમાનો ને દરેક પ્રકારના અન્યાય અને અત્યાચાર નો સામનો કરવાના પાબંદ બનાવે છે. પછી ભલેને આ અન્યાય અને અત્યાચાર પોતાના દેશવાસીઓ કરે કે પછી પોતાના મુસલમાન કરે અથવા અન્ય કોઈ કરે.
   સારાંશ કે મુસલમાન આવા સમયે અન્યાય અને અત્યાચાર ના વિરુદ્ધ લડનારાઓ નો સાથ આપશે.
   જેઓ આ પ્રશ્ન પૂછે છે તેઓ ન તો ઈસ્લામનો અર્થ જાણે છે અને ન તો ભારતીય હોવાનો અર્થ જાણે છે. અહીં ઈસ્લામનો દેશના હિત સાથે કોઈ સંઘર્ષ છે જ નથી. બલ્કે ઈસ્લામ તો એક પ્રામાણિક, પરોપકારી, આત્મવિશ્વાસપૂર્ણ, મજબૂત, શાંતિપૂર્ણ અને સ્થિર સમાજની સ્થાપના ચાહે છે. અને આ જ તો અસલ દેશની સેવા છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)