ઈસ્લામી તાલીમના હિસાબે કુફ્ર કરનાર કાફિર અને શિર્ક કરનાર મુશરીક ની સજા હમેશા માટે ની દોજખ બતાવવામાં આવી છે, તો સવાલ આ છે કે એક કાફિર અને મુશરીક ૬૦ કે ૭૦ અથવા વધારેમાં વધારે ૧૦૦ વર્ષની જીંદગી ગુજારે છે તો ૧૦૦ વર્ષના અપરાધ ની સજા ૧૦૦ વર્ષ હોવી જોઈએ... તો ઈસ્લામ તેઓ માટે હમેશા માટેની અમર્યાદિત સજા કેમ નક્કી કરી છે..?
જવાબ :
ઉપરોક્ત વર્ણવેલ સવાલના ત્રણ જવાબ છે જે નિમ્ન લિખિત છે.
● પહેલો :- કાફિર નો કુફ્ર અને મુશરીક નો શિર્ક ભલે ૬૦ ૭૦ અથવા ૧૦૦ વર્ષનો હોય છે, પણ કાલ્પનિક રીતે જો તેઓ ને હમેશા ની જીંદગી આપવામાં આવતી તો તેઓ હમેશા કુફ્ર અને શિર્ક ની સાથે જ જીંદગી ગુજારતા, આ હિસાબે તેઓ માટે હમેશા માટેની સજા નક્કી કરવામાં આવી છે.
ઉપરોક્ત જવાબ પર કોઈને આ સવાલ થઈ શકે છે કે માત્ર કલ્પના ને લીધે હમેશા ની સજા નક્કી કરવી ક્યાંનો ન્યાય કહેવાય..? તો તેનો જવાબ આ છે કે વાસ્તવમાં કુફ્ર અને શિર્ક એક અકીદો (માન્યતા) છે, અને અકીદા ની દુષ્ટતા અમર્યાદિત હોય છે જેમાં કાફિર અને મુશરીક ની પ્રતિબદ્ધતા અને પાક્કો ઈરાદો પણ અમર્યાદિત નો જ હોય છે, માટે સજા પણ અમર્યાદિત જ રાખવામાં આવી છે.
● બીજો :- જે જાત (અલ્લાહ) સાથે કુફ્ર અને શિર્ક કરવામાં આવે છે તે જાત જો કે અમર્યાદિત છે, માટે કુફ્ર અને શિર્ક કરનાર ની સજા પણ અમર્યાદિત એટલે કે હમેશા માટેની રાખવામાં આવી છે.
● ત્રીજો :- સમય અને અપરાધ માં સુસંગત એટલે કે બંધબેસતું હોવું જરૂરી નથી, બલ્કે બંધબેસતુ રાખવું અક્કલના વિરુદ્ધ છે.
જેમ કે આજે દુનિયાના કોઈ પણ દેશમાં સજા પ્રત્યે એવો કાનૂન નથી કે વ્યક્તિ એ જેટલી મિનિટ અથવા જેટલા કલાક કોઈ અપરાધ કર્યો હોય તેટલી જ મિનિટ અથવા કલાક સજા આપવામાં આવે, દા.ત. કોઈક વસ્તુ ચોરી કરવા માટે થોડા સેંકડ લાગતા હોય છે, પરંતુ તેની સજા સેંકડો જેટલી નહીં બલ્કે કેટલાય દિવસો અથવા મહિના જેલમાં રાખી આપવામાં આવે છે.
ખબર પડી કે સજા માટે સમય અને અપરાધ માં બરોબરી જરૂરી નથી, બલ્કે અપરાધ ની સંગીનતા ના હિસાબે હોય છે.
તે માટે ઉપરોક્ત સવાલ કે કુફ્ર અને શિર્કનો અપરાધ અમર્યાદિત નથી તો તેની સજા કેમ અમર્યાદિત છે અક્કલના વિરુદ્ધ સવાલ છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59