ઘણા લોકોના મનમાં આ સવાલ ઉઠતો રહે છે કે ફલસ્તિન પર આટલો બધો જુલ્મ હોવા છતાં અલ્લાહ તઆલા ની ગૈબી મદદ કેમ નથી આવતી..?
સ્પષ્ટીકરણ :-
આ વિષે સૌપ્રથમ ઈસ્લામનું તત્વચિંતન (ફિલસૂફી) સમજી લેવી જોઈએ કે “ અલ્લાહ તઆલા એ આ દુનિયાને કસોટી માટે બનાવી છે. અને પરિણામ માટે કયામતનો દિવસ નક્કી કર્યો છે. ” તેથી જરૂરી નથી કે અહીં દરેક જુલમ કરનારને તેની ક્રૂરતા માટે તાત્કાલિક સજા મળે, અને અલ્લાહ તઆલા તરફથી ગૈબી મદદના દરવાજા તરત જ ખોલી દેવામાં આવે.
કસોટી દરઅસલ આ જ છે કે જુલ્મ કરનારની તાત્કાલિક પકડ કરવામાં ન આવે અને તેને ઢીલ આપવામાં આવે. તેમજ જાલિમો તરફથી અત્યાચાર થવો અને અલ્લાહ તઆલા તરફથી તાત્કાલિક મદદ ન આવવી તે ઘટનાઓમાં થી છે જે પાછલી ઉમ્મતો સાથે પણ ઘટી છે. જેમ કે કુર્આનમાં આ વિષે ઉલ્લેખ કરતાં અલ્લાહ તઆલા ફરમાવે છે :
“ (હે મુસલમાનો) શું તમે એવું સમજો છો કે તમે જન્નતમાં એમજ દાખલ થઈ જશો..? જ્યારે કે હજુ તમારી ઉપર તે હાલાત નથી આવ્યા જે તમારા પહેલા પસાર થયેલ લોકો પર આવ્યા હતા. તેઓ પર સખ્તીઓ અને તકલીફો આવી અને (જેણે) તેઓને ધ્રુજાવી દીધા હતા, અહીં સુધી કે રસૂલ અને મોમીનો પોકારી ઉઠ્યા કે અલ્લાહ તઆલા ની મદદ ક્યારે આવશે..? યાદ રાખો કે અલ્લાહ તઆલા ની મદદ બિલકુલ નજદીક છે.” [સૂરહ બકરહ : ૨૧૪]
તેમજ અલ્લાહ તઆલા ની આ ગૈબી મદદ નથી તો શું છે..? કે એક તરફ દુશ્મન આધુનિક શસ્ત્રોથી સજ્જ લશ્કર છે, જેને લગભગ પોણા ભાગની દુનિયાનો સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે. અને બીજી તરફ દેખીતી રીતે, લાચાર અને કમજોર, દુનિયાના સાથ સહકાર વગરના મુસલમાન છે. લગભગ એક વર્ષ થવા આવ્યું તે છતાં દુશ્મનો ના તો પોતાનો લક્ષ્ય હાસિલ કરી શક્યા છે, અને ના નજીકમાં એવું કાંઈ દેખાય રહ્યું છે. આ જ તો ગૈબી મદદની એક સ્પષ્ટ નિશાની છે.
તેથી આ પ્રકારની મુંઝવણો મનમાં થી કાઢી ઉપરોક્ત વર્ણવેલ હિકમત અને ગૈબી મદદને ધ્યાનમાં રાખી આપણે તેઓ માટે દુવા અને દુશ્મનોની ઉત્પાદિત વસ્તુઓ નો બહિષ્કાર કરવો જોઈએ.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59