દુનિયાની દ્રષ્ટિએ સ્ત્રીઓની આઝાદી વિષે એક વાસ્તવિક્તા

Ml Fayyaz Patel
0
   આજકાલ સ્ત્રીઓ ના પડદા ને લઈને ઘણા લોકોના નકારાત્મક (Negative) મંતવ્યો સામે આવે છે કે પડદો સ્ત્રીઓ માટે આઝાદી અને એમની સ્વતંત્રા માં ઘણી મોટી રૂકાવટ છે, અને તેઓનું કહેવું આમ છે કે જેવી રીતે પુરુષો માટે પડદા વગર બહાર ફરવાની આઝાદી છે એવી જ રીતે ધાર્મિક રીતે સ્ત્રીઓ ને પણ મળવી જોઈએ, અને તેઓને પણ એકલાં બહાર નિકળવાની આઝાદી (Freedom) મળવી જોઇએ.
   અને આ વાત માત્ર તેઓના મંતવ્ય સુધી સમર્પિત નથી, બલ્કે આ વિષે તેઓ રેલીઓ પણ કાઢે છે અને સુત્રોચ્ચાર પણ કરાવે છે કે " મેરા જીસ્મ મેરી મરજી " , અને આવી વાતો માં માત્ર ગેર મુસ્લિમ હોત તો સમજમાં પણ આવે પરંતુ અમુક બુદ્ધિજીવી મુસ્લિમો પણ આ વાત પર સહમતી જાહેર કરે છે.
વિશ્લેષણ :-
   જેમ કે ઉપર બતાવ્યા મુજબ અમુક લોકોને મુસ્લિમ સ્ત્રીઓ પ્રત્યે ઘણી લાગણી છે, તો આ વિષે હું ઉડાંણમાં સંદર્ભો સાથે વાત તો નથી કરતો પરંતુ તેઓની આ લાગણી પાછળ નું રહસ્ય શું છે તે માત્ર તમારા સમક્ષ એક ઉદાહરણ દ્વારા રજુ કરવાની કોશિશ કરું છું, કે આ લાગણી પણ આવી જ છે કે :
   એક વખત વરુ અને કુતરાઓ એ મળીને એક રેલી કાઢી, જેમાં તેઓની માંગ બકરીઓ ની આઝાદીની હતી, કે બકરીઓ ને પણ અમારી જેમ આઝાદી (Freedom) મળવી જોઈએ, તેઓના માલિક તેઓને વાડામાં બંધ રાખે છે જેથી તેઓ અમારી જેમ ખુલ્લા હરીફરી નથી શકતા, તેઓના પણ જીવ છે વગેરે.
   આવી રેલી અને સુત્રોચ્ચાર સાંભળી બકરીઓ પણ ઘણી ખુશ થઈ ગઈ અને આપસમાં વાતો કરવા માંડી કે વાસ્તવમાં વરુ અને કુતરાઓ ને આપણી ઘણી લાગણી છે કે તેઓ આપણી સ્વતંત્રા વિષે અવાજ ઉઠાવી રહ્યા છે, તો આપણો પણ હક બને છે કે તેઓ સાથે મળીને આપણે પણ આપણી આઝાદી ની અવાજ ઉઠાવીએ.
   આ બધી વાતો એક ઘરડી બકરી પણ સાંભળી રહી હતી, તેઓની વાતો પૂર્ણ થતાં જ તે બોલી કે તેઓ તમારી આઝાદી ની અવાજ નથી ઉઠાવી રહ્યા બલ્કે આસાની અને સહેલાઈથી તમારી ગરદનો સુધી પહોંચવાની અવાજ બુલંદ કરી રહ્યા છે કે " તમોને તમારા માલિક વાડાઓમાં બંધ રાખી તમારી હિફાઝત કરી રહ્યા છે, જે માટે તમારા સુધી તેમનું પહોચવું અને તમારું એમનો કોળિયો બનવું તેઓ માટે મુશ્કેલ છે તો તેઓ આઝાદી ના નામ પર તમોને બહાર કાઢવા માંગે છે જેથી તમે સહેલાઈથી તેઓનો શિકાર અને ભોગ બની જો."
   આ જ હકીકત અને વાસ્તવિક્તા છે સ્ત્રીઓ પ્રત્યે લાગણી બતાવી આઝાદી ની અવાજ ઉઠાવનારાઓ ની કે સ્ત્રીઓ પણ તેમના ગંદા કૃત્યો અને ગલત ઈરાદાઓ નો ભોગ સહેલાઈથી બની જાય, સમજાય તેને સલામ.
---------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)