જન્નતમાં પુરુષો માટે હૂરો છે તો સ્ત્રીઓ ને શું મળશે..?

Ml Fayyaz Patel
0
સવાલ :
   ગેર મુસ્લિમો તરફથી સવાલ આવે છે કે હદીષમાં બતાવ્યા મુજબ અલ્લાહ તઆલા ના રસ્તામાં શહીદ થનાર પુરુષો ને ૭૨ હૂરો મળશે, તો તેની પત્ની શું કરશે..? તેને શું મળશે..?
જવાબ :
   આ સવાલ તો તેઓને પણ લાગુ પડે છે કેમ કે મહાભારત માં લખ્યું છે કે :
જે વ્યક્તિ યુદ્ધ ભૂમિ માં માર્યો જાય છે તેને ૧૦૦૦ અપ્સરાઓ મળશે
वराप्सरः सहस्राणि शूरम आयॊधने हतम तवरमाणा हि धावन्ति मम भर्ता भवेद इति
[महाभारत, शांतिपर्व, मंडल 12, अध्याय 98, श्लोक 46 पढ़ लेना!]
   તો તમે બતાવો કે જેને ૧૦૦૦ અપ્સરાઓ મળશે તેની પત્નીને શું મળશે..?
   હવે અસલ સવાલ તરફ આવીયે તો આ સવાલનો જવાબ આ છે કે તે સ્ત્રી ને તે બધી ૭૨ હૂરોની સરદારની બનાવવામાં આવશે, અને તેને તે ૭૨ હૂરો કરતા પણ વધારે ખૂબસૂરતી આપવામાં આવશે, તેમજ આ સિવાય તેને કુંવારી હમ ઉમર બનાવવામાં આવશે, અને વિવિધ પ્રકારના ઈનામો (નેઅ્મતો) અર્પણ કરવામાં આવશે.
નોંધ :- જન્નત અને તેમાં મળનાર ઈનામો કેવા હશે આ પ્રત્યેની સમજણ દુન્યવી દિમાગથી સમજવું અશક્ય છે, તેમજ દુન્યવી વસ્તુઓ પર અનુમાન લગાવવું પણ ગલત છે. જે વસ્તુઓ નો ઉલ્લેખ કરવામાં આવે છે તે માત્ર સહીહ સમજણ સુધી પહોંચાડવા પ્રયાસ સમાન હોય છે, બાકી વાસ્તવિકતા તો ત્યાં પહોંચ્યા પછી જ ખબર પડશે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)