ગેર મુસ્લિમો સવાલ કરે છે કે જ્યારે ઈસ્લામ પુરુષો ને દાઢી અને સ્ત્રીઓ ને પડદાનો આદેશ આપે છે તો કેટલાય મુસલમાન એવા છે જેઓ આનું પાલન નથી કરતા તો આવું કેમ..? [આવા સવાલનો હેતુ તેઓનો ઈસ્લામના આદેશો ને નકારવો હોય છે.]
જવાબ :
સ્ત્રીઓ નો પડદો ન કરવો, તેમજ પુરુષો નું દાઢી ન રાખવાનું બુનિયાદી કારણ “ તકવા ” (અલ્લાહ તઆલા નો ડર) માં કમી ના લીધે હોય છે, જેને બીજા શબ્દોમાં ઈમાનની કમજોરી પણ કહી શકાય છે. તેમજ તેના જાહેરી કારણો પણ છે જેમ કે દુનિયાથી એવી મુહબ્બત જે આખિરતના મામલામાં ગાફેલ બનાવી દે, દીની માહોલ થી દૂરી, મનની ઈચ્છાઓ (નફ્સાની ખ્વાહિશાત) ની પૈરવી વગેરે જેવા કારણો ના લીધે એક સ્ત્રી અને પુરુષ મુસલમાન હોવા છતાંય પડદો અને દાઢીની પાબંદી નથી કરતા.
બાકી ધાર્મિક પ્રવૃત્તિઓ પર તેના અનુયાયીઓ નું ૧૦૦ % અમલ ન કરવાને જો કદાચ તે ધર્મના સાચા ન હોવાનું સમજવામાં આવે તો આનાથી મોટી બેવકૂફી કંઈ ન કહેવાય, કેમ કે દુનિયામાં વસતા બેશુમાંર ધર્મો પૈકી કોઈ એક પણ ધર્મ એવો નથી જેમાં તેના અનુયાયીઓ ૧૦૦ % પોતાના ધર્મના નીતિ નિયમો પર ચાલતા હોય, બલ્કે ધર્મનિરપેક્ષ લોકોનો પણ આ જ હાલ છે. અરે ધર્મ તો છોડો એક દેશના જે નીતિ નિયમો હોય છે તેના નીતિ નિયમો પર તે દેશના નહીં બલ્કે તે દેશના એક નાનકડા ગામના રહેવાસીઓ નો પણ પોતાના દેશના નીતિ નિયમો ના ૧૦૦ % આજ્ઞાકારી નથી હોતા તો શું તે સમયે એવું કહેવામાં આવે છે કે તે દેશના નીતિ નિયમો ખોટા છે..? નહીં બલ્કે રહેવાસીઓ નો વાંક કાઢવામાં આવે છે.
બસ એવી જ રીતે ઈસ્લામ ધર્મએ પણ પોતાના અનુયાયીઓ માટે જીવન વ્યવસ્થા માટે નીતિ નિયમો બનાવ્યા છે, હવે તેેના અનુયાયીઓ તેનું ૧૦૦ % પાલન ન કરે તો આ મુસલમાનો ની કમજોરી કહેવાય, ઈસ્લામ ની કમજોરી ન કહેવાય. તેમજ જેવી રીતે દરેક દેશે નીતિ નિયમો બનાવ્યા બાદ તેનું પાલન ન કરનારાઓ માટે પહેલેથી સજાઓ પણ નિશ્ચિત કરી દેતા હોય છે, તો પહેલેથી સજાઓ નું નિશ્ચિત કરવું દર્શાવે છે કે માનવી ફિતરત ના લીધે દરેક વ્યક્તિ દરેક નિયમનું પુરેપુરું પાલન નહીં કરે, તો પછી ઈસ્લામ માટે આટલી સખ્તાઈ કેમ..? કે તેના અનુયાયીઓ નું તેના પર અમલ ન કરવો તેના સાચા ન હોવાનું સમજવામાં આવે..? જ્યારે કે ઈસ્લામી તાલીમ માં સજાઓ નો ઉલ્લેખ તેમજ શયતાનના કૃત્યો નું વર્ણન બુમો પાડીને બતાવે છે કે મુસલમાનો ને પણ આ વસ્તુ હશે કે તેના અનુયાયીઓ તેના દરેક નીતિ નિયમો ને નહીં પાળે.
સારાંશ કે આ સવાલમાં કમજોરી ઈસ્લામમાં નહીં, મુસલમાનો માં છે. અને આ ઈસ્લામ સાથે ખાસ નથી, બલ્કે દરેક ધર્મ અને દરેક દેશ સાથે લાગુ પડે છે.
-----------------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59