ઈસરાઈલી રીવાયાત વિષે શરઈ હુકમ

Ml Fayyaz Patel
0
   અમુક લોકોના સવાલ આવી રહ્યા છે કે ઈસરાઈલી રીવાયત કોને કહેવાય, અને તેનો શું હૂકમ છે..? તે માટે નિમ્ન તેના વિષે વિગતવાર માહિતી લખવામાં આવે છે. સૌથી પહેલા ઈસરાઈલી રીવાયતની વ્યાખ્યા જાણી લઈએ. 
❍ ઈસરાઈલી રીવાયતની વ્યાખ્યા :-
   ઈસરાઈલી રીવાયાત તે વાતોને કહેવામાં આવે છે જે વાતો યહૂદી અથવા ઈસાઈ આલીમો દ્વારા આપણા સુધી પહોંચી હોય, અને તે પહોંચવું કિતાબ દ્વારા પણ હોય શકે છે અથવા જુબાન દ્વારા પણ હોય શકે છે.
❍ ઈસરાઈલી રીવાયાતના પ્રકાર અને તેને બયાન કરવાનો હુકમ :-
ઈસરાઈલી રીવાયાતના કુલ ત્રણ પ્રકાર છે.
➊ તે વાતો જેનું સાચું હોવું બીજા પુરાવા અને દલીલોથી ખબર પડી જાય. દા.ત. ફિરઓન નું ડૂબવું જ્યાં ઈસરાઈલી રીવાયતો થી ખબર પડે છે એવી જ રીતે કુર્આને પણ ફિરઓનના ડૂબવાનું વર્ણન કરીને આ વાત સાચી સાબિત કરી છે.
➋ તે વાતો જેનું જુઠું હોવું બીજા પુરાવા અને દલીલોથી ખબર પડી જાય. દા.ત. ઈસરાઈલી રિવાયતોમાં આવે છે કે હઝરત સુલેમાનؑ છેલ્લા જમાનામાં મુર્તી પૂજા કરતા હતા [અ'લ્ ઈયાઝૂ બિલ્લાહ] તો કુર્આને આ વાતની રદ્દ કરી અને હઝરત સુલેમાન પ્રત્યે ઈમાનની ગવાહી આપી.
➌ તે વાતો જેનું સાચું અથવા જુઠું હોવું બીજા કોઈ પણ પુરાવા અથવા દલીલોથી ખબર ન પડે.
   પહેલા બે પ્રકારના હૂકમ તો જાહેર છે કે પહેલા પ્રકારની રીવાયતો બયાન કરવી જાઈઝ છે, અને બીજા પ્રકારની રીવાયતો બયાન કરવી જાઈઝ નથી. અને ત્રીજા પ્રકારની રીવાયાત વિષે રસુલુલ્લાહ ﷺ એ ફરમાવ્યું કે :
" لَا تُصَدِّقُوْهَا وَلَا تُكَذِّبُوْهَا "
ન તો તેને સાચું સમજો અને ન તેને જુઠું સમજો
➤ નોંધ :- ત્રીજા પ્રકારની રીવાયત વિષે આ વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે તેને બયાન કરવા વિષે ઉલમાના દરમિયાન મતભેદ તો છે પરંતુ વધારે પડતા ઉલમા જાઈઝ હોવાનું કહે છે.
   બીજી વાત કે ભલે તેને બયાન કરવી તો જાઈઝ છે પરંતુ તેના પર ન કોઈ દીની મસ્અલહ ની બુનિયાદ રાખી શકાય છે, ન સાચી - જુઠી કહી શકાય છે, અને તેને બયાન કરવાનો કોઈ ખાસ ફાયદો પણ નથી.
[ઉલુમૂ'લ્ કુર્આન / ૩૪૫ : મુફ્તી તકી ઉસ્માની સાહબ હફીઝહુલ્લાહ]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)