આત્મહત્યા કરનાર નું મૃત્યુ સમય પહેલા નથી હોતું

Ml Fayyaz Patel
0
   લોકોમાં આત્મહત્યા ને બે વાતો ખૂબ જ પ્રચલિત છે કે આત્મહત્યા કરનાર ની આત્મા ભટકતી રહે છે. અને તેની મોત તેના મૃત્યુના સમય પહેલા આવી જતી હોય છે.
શુદ્ધિકરણ :-
   સૌપ્રથમ આ વાત બેબુનિયાદ છે કે આત્મહત્યા કરનાર ની આત્મા ભટકતી રહે છે. કેમ કે કુર્આન અને હદીષની તાલીમના મુજબ મૃત્યુ બાદ શરીર તો કબરમાં જ રહે છે, પરંતુ જો તે નેક હોય તો તેની રૂહ “ ઈલ્લિય્યીન ” નામી જગ્યાએ પહોંચાડી દેવામાં આવે છે, જે સાતમાં આસમાન પર અર્શની નીચે એક ઠેકાણું છે. અને ગુનેગાર તેમજ કાફિરો ની રૂહો “ સિજ્જીન ” નામી જગ્યાએ પહોંચાડી દેવામાં આવે છે, અને આ સાત જમીનો ની નીચે એક ઠેકાણું છે.
وقال کعب : أرواح الموٴمنین في علیین في السماء السابعة وأرواح الکفار في سجین في الأرض السابعة تحت جند إبلیس.
[کتاب الروح، المسئلة الخامسة عشرة، این مستقر الأرواح ما بین الموت إلی یوم القیامة]
   જ્યાં સુધી વાત છે તેના મૃત્યુની તો તેનું મૃત્યુ ભલે તે આત્મહત્યા કરતો હોય છે પરંતુ તેનું મૃત્યુ વાસ્તવમાં સમયસર જ હોય છે, ન કે સમય પહેલા.
   કેમ કે આત્મહત્યા કરનાર નું મૃત્યુ પણ તકદીર થી અલગ નથી હોતું, અને તકદીર અલ્લાહ તઆલા ના વિશાળ અપાર જ્ઞાનનું નામ છે, તેમજ અલ્લાહ તઆલા ના જ્ઞાનમાં ભૂતકાળ અને ભવિષ્ય બન્ને બરાબર છે. તો અલ્લાહ તઆલા ને પહેલેથી જ આ વાતની જાણ હતી કે તેનું મૃત્યુ કઈ રીતે ક્યારે થશે.
   હાં તેને આત્મહત્યા ની જે સજા આપવામાં આવે છે તે એટલા માટે આપવામાં આવે છે કે અલ્લાહ તઆલા એ તેને જીંદગીના રૂપમાં જે નેઅ્મત આપી છે તેમાં તેના તરફથી વિશ્વાસઘાત તેમજ દખલગીરી કરવાને લીધે હોય છે.
   તે માટે આત્મહત્યા કરનાર ને સંબંધિત એવો અકીદો રાખવો કે તેની આત્મા ભટકતી રહે છે, તેમજ તેનું મૃત્યુ સમય પહેલા આવ્યું સહીહ નથી.
[કિતાબુ'લ્ ફતાવા : ૧ / ૩૩૭ & ઑનલાઇન ફતાવા દા.ઉ. દેવબંદ &જામિયા બિન્નોરી]
------------------------------------
Ml Fayyaz Patel (Ghodi)
+265 980 26 85 59

Post a Comment

0Comments

Post a Comment (0)